Not Set/ કાશ્મીર/ પુલવામામાં CRPF બંકર પર પેટ્રોલ બોમ્બ ફેંકાયો, જાનહાની નહી

સોમવારે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, પરંતુ તેમાં કોઈ જાનમાલને નુકસાન થયું નથી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બોમ્બને સોમવારે સાંજે પુલવામાના નેવા ખાતેના સીઆરપીએફ બંકર તરફ ફેંકી દેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી. આપને જણાવી દઇએ કે આજે શોપિયન જિલ્લામાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં […]

Top Stories India
terrorist 1 કાશ્મીર/ પુલવામામાં CRPF બંકર પર પેટ્રોલ બોમ્બ ફેંકાયો, જાનહાની નહી

સોમવારે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, પરંતુ તેમાં કોઈ જાનમાલને નુકસાન થયું નથી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બોમ્બને સોમવારે સાંજે પુલવામાના નેવા ખાતેના સીઆરપીએફ બંકર તરફ ફેંકી દેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી.

આપને જણાવી દઇએ કે આજે શોપિયન જિલ્લામાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ શોપિયાં જિલ્લાના વચી વિસ્તારમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

તેઓએ કહ્યું કે આતંકવાદીઓને સમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ બંને પક્ષે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું. તેમણે કહ્યું કે આ એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમાંથી એકની ઓળખ આદિલ અહેમદ તરીકે થઈ છે. તે એક વિશેષ પોલીસ અધિકારી હતો જેણે 2018 માં દળ છોડી દીધી હતી અને વાચી ધારાસભ્ય એજાઝ અહમદ મીરના સત્તાવાર નિવાસસ્થાનથી સાત એકે રાઇફલ અને એક પિસ્તોલ લઇને છટકી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.