Not Set/ મ્યુનિ.માં નોકરીની અરજી કરનારા સામાન્ય કેટેગરીના ઉમેદવારે હવે ચૂકવવા પડશે આટલા રૂપિયા….

મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા ખાતામાં જુદા જુદા ગ્રેડની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટેની અરજી માટે હવે સામાન્ય કેટેગરીના ઉમેદવારે રૂ.100ની ફી ભરવી પડશે. તંત્ર દ્વારા આગામી ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ અંગેની દરખાસ્ત મંજૂરી માટે મુકાઇ છે, જેમાં તંત્રની ઓફલાઇન કે ઓનલાઇન અરજી માટેની ટોકન ફી ગુજરાત જાહેર સેવા આયોગ અને ગુજરાત ગૌણ સેવા […]

Top Stories Gujarat
first multistoreyed building મ્યુનિ.માં નોકરીની અરજી કરનારા સામાન્ય કેટેગરીના ઉમેદવારે હવે ચૂકવવા પડશે આટલા રૂપિયા....

મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા ખાતામાં જુદા જુદા ગ્રેડની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટેની અરજી માટે હવે સામાન્ય કેટેગરીના ઉમેદવારે રૂ.100ની ફી ભરવી પડશે.

તંત્ર દ્વારા આગામી ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ અંગેની દરખાસ્ત મંજૂરી માટે મુકાઇ છે, જેમાં તંત્રની ઓફલાઇન કે ઓનલાઇન અરજી માટેની ટોકન ફી ગુજરાત જાહેર સેવા આયોગ અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પદ્ધ‌િત મુજબ લેવાની ભલામણ કરાઇ છે.

ahmedabad municipal corpo e1537280976909 મ્યુનિ.માં નોકરીની અરજી કરનારા સામાન્ય કેટેગરીના ઉમેદવારે હવે ચૂકવવા પડશે આટલા રૂપિયા....

જાણકાર સૂત્રો કહે છે કે દરખાસ્ત મુજબ હવેથી સામાન્ય કેટેગરીના ઉમેદવારે રૂ.100ની ફી ચૂકવવી પડશે. જ્યારે અન્ય કેટેગરી માટે કોઇ ફી લેવાશે નહીં. અત્યાર સુધી તમામ કેટેગરી માટે કોઇ ફી લેવાતી નથી.

અગાઉ બે વર્ષ પહેલાં તંત્રમાં કલાર્કની 300 જગ્યા માટે 45000 અરજીનો ઢગલો થયો હતો. એ વાત જુદી છે કે હજુ સુધી 300 પૈકી એક પણ કલાર્કની ભરતી કરાઇ નથી. તંત્ર દ્વારા જે તે વિભાગની પરીક્ષાની વ્યવસ્થા જો આઇઆઇએમ જેવી શૈક્ષણિક સંસ્થાને સોંપાય તો આવી સંસ્થા પ્રતિ ઉમેદવાર રૂ.250 થી રૂ.300નો ચાર્જ તંત્ર પાસેથી વસૂલે છે.

2016 11image 10 21 148189557rupee 621x414 ll મ્યુનિ.માં નોકરીની અરજી કરનારા સામાન્ય કેટેગરીના ઉમેદવારે હવે ચૂકવવા પડશે આટલા રૂપિયા....

આ સંજોગોમાં ઓનલાઇન અરજીમાં કેટલાક ઉમેદવાર ત્રણથી ચાર નામથી અરજી કરીને તંત્રને ખોટના ખાડામાં ઉતારે છે. જેના કારણે સત્તાવાળાઓએ મફત અરજીના બદલે અરજી દીઠ રૂ.100 લેવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે.