Not Set/ વિવાદોથી બચવા માટે સલમાન ખાને ‘લવરાત્રી’નું નામ બદલીને કર્યું ‘લવયાત્રી’

મુંબઈ સલમાન ખાનના પ્રોડક્શન હાઉસની ફિલ્મ ‘લવરાત્રી’નું નામ બદલીને ‘લવયાત્રી’ કરવામાં આવ્યું છે. મેકર્સએ ફિલ્મને વિવાદોથી બચાવવા માટે આવ્ય કર્યું છે. જણાવીએ કે ફિલ્મનું નામ હિન્દુ ‘નવરાત્રી’ ના પવિત્ર તહેવાર સાથે મળતું આ નામ રાખવામાં આવ્યું હતું. આવુ એટલા માટે કે ફિલ્મની થીમ અને સ્ટોરીને આ નામ સુટ કરી રહ્યું હતું. જો કે ઘણા લોકોએ […]

Trending Entertainment
5a વિવાદોથી બચવા માટે સલમાન ખાને 'લવરાત્રી'નું નામ બદલીને કર્યું 'લવયાત્રી'

મુંબઈ

સલમાન ખાનના પ્રોડક્શન હાઉસની ફિલ્મ ‘લવરાત્રી’નું નામ બદલીને ‘લવયાત્રી’ કરવામાં આવ્યું છે. મેકર્સએ ફિલ્મને વિવાદોથી બચાવવા માટે આવ્ય કર્યું છે. જણાવીએ કે ફિલ્મનું નામ હિન્દુ ‘નવરાત્રી’ ના પવિત્ર તહેવાર સાથે મળતું આ નામ રાખવામાં આવ્યું હતું. આવુ એટલા માટે કે ફિલ્મની થીમ અને સ્ટોરીને આ નામ સુટ કરી રહ્યું હતું. જો કે ઘણા લોકોએ આ નામ પર વિરોધ દર્શાવ્યો હતો.

જયારે ‘લવરાત્રી’નું ટ્રેલર રિલીઝ થયું ત્યારે જ વિરોધ શરુ થયો હતો. જાન્યુઆરીમાં આગરામા સંગઠન ‘હિન્દુ હી આગે’એ ફિલ્મના ટાઈટલ પર વિરોધ વ્યક્ત કર્યો હતો અને મુવીના પોસ્ટર પણ બાળી નાખ્યા હતા. એટલું જ નહીં બિહારના એક વકીલે તો આ મુવીના ટાઈટલને લઈને ફરિયાદ પણ નોંધાવી હતી. ફરિયાદી સુધીર કુમાર ઓઝાએ આરોપ લગાવ્યો હતો કે ટાઈટલ ‘લવરાત્રી’ હિન્દુઓની ભાવનાઓને દુભાવે છે.

આપને જણાવી દઈએ કે કોઈ પણ વિવાદથી બચવા માટે સલમાન ખાને ફિલ્મનું નામ બદલી નાખવાનું યોગ્ય લાગ્યું. મંગળવારે રાતે ફિલ્મનું નવું પોસ્ટર નવા નામ સાથે રિલીઝ કરવામાં આવ્યું છે. સલમાનને પોસ્ટર શેર કરતા લખ્યું કે “આ કોઈ સ્પેલિંગ મિસ્ટેક નથી.”

સલમાને આપ્યું નિવેદન

એક ઈન્ટરવ્યુમાં સલમાન ખાને ‘લવરાત્રી’ના ટાઈટલ પર નિવેદન આવ્યું હતું. તેમને કહ્યું કે “મુવી કોઈ પણ સંસ્કૃતિના લોકોની લાગણીઓને દુભાવતી નથી. કેટલીક દક્ષિણપંથી સંસ્થાઓએ મુવીના ટાઈટલ પર વિરોધ દર્શાવ્યો છે. સલમાન ખાનનું માનવું છે કે ‘લવરાત્રી’ તહેવાર નવરાત્રીનું અપમાન નથી કરતુ. કેટલાક લોકો છે જે નથી ખબર તેમને મુવીના ટાઈટલને લઈને સમસ્યાઓ છે. આ એક સુંદર ટાઈટલ છે.”

Image result for loveratri poster