ઈમરાન હાશ્મી અને જેકલીન ફર્નાન્ડિઝની ફિલ્મ ‘મર્ડર 2’ માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારી અભિનેત્રી સુલગના પાનીગ્રહી લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. અભિનેત્રીએ પ્રખ્યાત સ્ટેન્ડઅપ કોમેડિયન બિસ્વા કલ્યાણ રથ સાથે સાત ફેરા લીધા છે. સુલગના અને બિસ્વાએ 9 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં, જેની જાણ સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરીને ચાહકોને હવે આપી છે.
તસવીરોમાં સુલગના બિસ્વાના સાથે મંડપમાં બેઠેલી જોવા મળી રહી છે. તસવીર શેર કર્યા પછી અભિનેત્રીએ લખ્યું – ‘અમે લોકોએ ફાઈનલી લગ્ન કરી લીધા છે’. સુલગના સિવાય બિસ્વાએ તેના લગ્નના ફોટા પણ શેર કર્યા છે. તસવીરો શેર કરતાં બિસ્વાએ લખ્યું – ‘બિસ્વાએ તે વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા છે.’
સુલગનાએ લગ્ન પ્રસંગે પિંક કલરનો લહેંગા પહેર્યો છે. તે જ સમયે, ભારે જ્વેલરી તેના લુકમાં ચાર ચાંદ ઉમેરે છે. બિસ્વાએ ક્રીમ રંગની શેરવાની સાથે પાઘડી પહેરી છે.
લગ્ન બાદ બંનેએ રિસેપ્શન પાર્ટી પણ આપી હતી. લગ્નના ફોટાની સાથે બિસ્વાએ રિસેપ્શન પાર્ટીના ફોટો પણ શેર કર્યા છે. રિસેપ્શનમાં, સુલગના નવી દુલ્હનની જેમ લાલ સાડી પહેરી છે, જ્યારે બિસ્વાએ બ્લુ કોટ પેન્ટ પહેર્યો છે.
‘મર્ડર 2’ સિવાય સુલગના ‘રેડ’ અને ‘ઇશ્ક વાલા લવ’ ફિલ્મોમાં પણ નજર આવી છે. આ સિવાય સુલગનાએ ઘણી ટીવી સિરિયલો પણ કરી છે. આ ટીવી સિરિયલોમાં ‘અંબર ધારા’, ‘દો સહેલીયાં કિસ્મત કી કઠપુતલિયા’ શામેલ છે.
હિના ખાને પિંક અને ઓફ વ્હાઇટ આઉટફિટમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ
સની લિયોનીએ શેર કર્યું લેટેસ્ટ ફોટોશૂટ, ચાહકો બોલ્યા – ઓરિજનલ બ્યૂટી
‘બેબી કોહલી’નું ઓસ્ટ્રેલિયામાં કરશે સ્વાગત, બ્રેટ લીએ આપ્યું વિરાટ-અનુષ્કાને આમંત્રણ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…