Not Set/ ભાઇજાનની બહેનના કારણે આથિયા શેટ્ટીને મળી હતી આ ફિલ્મ..

બે-ચાર ફિલ્મોમાં જોવા મળ્યા પછી આથિયા બોલીવુડમાંથી ગાયબ થઇ ગઇ છે. તેમ માનનારા લોકોએ જાણવું જરૂરી છે કે આથિયા આજે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. હાલમાં તે અનેક મેગેઝીનના કવર પેજ પર જોવા મળે છે

Trending Entertainment
aa4 ભાઇજાનની બહેનના કારણે આથિયા શેટ્ટીને મળી હતી આ ફિલ્મ..

બોલીવુડ અભિનેતા સુનૂલ શેટ્ટીને કોઇ ઓળખની જરૃર નથી. પોતાના અભિનય અને મહેનતથી આજે તેમને એ મુકામ મેળવી લીધો છે જે એક બેસ્ટ અભિનેતાનો હોય. પરંતુ આજે વાત સુનિલ શેટ્ટીની નહીં તેમની દિકરી આથિયાની કરવાની છે. બે-ચાર ફિલ્મોમાં જોવા મળ્યા પછી આથિયા બોલીવુડમાંથી ગાયબ થઇ ગઇ છે. તેમ માનનારા લોકોએ જાણવું જરૂરી છે કે આથિયા આજે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. હાલમાં તે અનેક મેગેઝીનના કવર પેજ પર જોવા મળે છે.

aa3 ભાઇજાનની બહેનના કારણે આથિયા શેટ્ટીને મળી હતી આ ફિલ્મ..

સારી એક્ટર અને ડાન્સર તરીકે પોતાની ઓળખ બનાવનાર આથિયા શેટ્ટીની ફિલ્મી કરિયર બોલિવૂડ ફિલ્મ ‘હીરો’થી શરૂ થઈ હતી. આ ફિલ્મ આથિયા શેટ્ટીને બોલિવૂડ સ્ટાર સલમાન ખાને આપી હતી. હકીકતમાં સલમાન ખાનની બહેન અલવીરાએ આથિયા શેટ્ટીને યાસ્મીન કરાચીવાલાના જિમમાં જોઈ હતી અને ત્યાર બાદ તેનું નામ ફિલ્મ માટે પસંદ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં આથિયાને ખૂબ પસંદ કરવામાં આવી હતી. અને આ ફિલ્મ ‘હીરો’ માટે તેને બેસ્ટ ફિમેલ ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડ નોમિનેશન પણ મળ્યું હતું.

aa5 ભાઇજાનની બહેનના કારણે આથિયા શેટ્ટીને મળી હતી આ ફિલ્મ..

આથિયાને  ‘હીરો’ની રિલીઝ પછી ‘મેબેલાઇન ન્યૂયોર્ક’ની ભારતીય ફ્રેન્ચાઇઝીની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવી હતી. આ સાથે તે ઘણા મેગેઝીન માટે પણ કામ કરે છે. જેમાં  વોગ, હેલો, ફેમિના, કોસ્મોપોલિટન જેવી મેગેઝીનનો સમાવેશ થાય છે.

હીરો ઉપરાંત આથિયા ફિલ્મ ‘મુબારકાં’માં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે અનિલ કપૂર, અર્જુન કપૂર, ઇલિયાના ડીક્રુઝ હતા. ત્યાર પછી તે નવાબઝાદે ફિલ્મના ગીત ‘તેરે નાલ નચના’માં પણ જોવા મળી હતી. અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે મોતીચૂર ચકનાચૂર ફિલ્મ પણ કરી હતી. જો કે આ ફિલ્મોએ જાજુ કાઠુ કાઢ્યું નહોતું પરંતુ આથિયાના વખાણ બધે જ થયા છે.

aa2 ભાઇજાનની બહેનના કારણે આથિયા શેટ્ટીને મળી હતી આ ફિલ્મ..

આથિયા શેટ્ટીનું નામ ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ સાથે લાંબા સમયથી જોડાઈ રહ્યું હતું. પરંતુ 5 નવેમ્બર 2021 ના ​​રોજ અથિયા શેટ્ટીના જન્મદિવસે, તેણે કેએલ રાહુલ સાથેના તેના સંબંધો પર મહોર લગાવી અને આ સાથે, સોશિયલ મીડિયા પર સ્પષ્ટ થઈ ગયું કે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ રિલેશનશિપમાં છે.