Movie Masala/ ગોલ્ડન ગાઉન, લાંબા વાળ અને કાંતીલાના અંદાજમાં જોવા મળ્યા નવાઝુદ્દીન સિદ્દીકી, આ ફિલ્મ માટે કરી રહ્યા આઈટમ સોંગ  

નવાઝુદ્દીન સિદ્દીકીના આ ફોટા તેની આગામી ફિલ્મ ટીકૂ વેડ્સ શેરુના છે. અને તેઓ યુવતીના ગેટઅપમાં જોવા મળે છે.

Entertainment
નવાઝુદ્દીન સિદ્દીકી

આ તો બધા જાણે છે કે આ દિવસોમાં દરેક જગ્યાએ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. સામાન્ય માણસથી લઈને બોલિવૂડ સેલેબ્સ આ ચેપને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઘણા નિર્માતાઓએ તેમની ફિલ્મોની રિલીઝ ડેટ લંબાવી દીધી છે, જ્યારે ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ બંધ કરી દીધું છે. જો કે, ઘણા સેલેબ્સ પોતપોતાના સ્તરે તેમના આગામી પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે. આ દરમિયાન કંગના રનૌતે તેની ઈન્સ્ટા સ્ટોરી પર નવાઝુદ્દીન સિદ્દીકી ના ફોટા શેર કર્યા છે, જેમાં તેને ઓળખવો મુશ્કેલ છે. વાસ્તવમાં, નવાઝુદ્દીન સિદ્દીકીના આ ફોટા તેની આગામી ફિલ્મ ટીકૂ વેડ્સ શેરુના છે. અને તેઓ યુવતીના ગેટઅપમાં જોવા મળે છે. જે ફોટા સામે આવ્યા છે તેમાં નવાઝ ગોલ્ડન ગાઉન, લાંબા વાળ અને તેના કાંતિલાના લુકમાં દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચો :અર્જુન કપૂરનો નંબર ફોનમાં રાખવા માંગતી નથી પરિણીતી ચોપરા, જાણો શું છે કારણ 

કંગના રનૌતે શેર કર્યા ફોટો

આ તસવીરો કંગના રનૌતે તેની ઈન્સ્ટા સ્ટોરીમાં શેર કરી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તેનો લુક શ્રીદેવીના ફેમસ ગીત હવા હવાઈથી પ્રેરિત છે. કંગનાએ નવાઝુદ્દીનના બે ફોટા શેર કર્યા છે. એક ફોટો પર તેણે લખ્યું – બીજલી ગિરાને મે હૂ આઈ.. અને બીજા ફોટા પર લખ્યું –સો હોટ. નવાઝુદ્દીનના આ ફોટા ટીકૂ વેડ્સ શેરુ ફિલ્મના ગીતના છે. ફિલ્મમાં નવાઝુદ્દીને લીડ એક્ટ્રેસ અવનીત કૌરને કિડનેપર્સથી બચાવવા માટે આ લુક અપનાવ્યો છે. ફિલ્મના આ ગીત માટે નવાઝને તૈયાર કરવામાં મેકઅપ અને સ્ટાઇલિંગ ટીમે 4 કલાકનો સમય લીધો હતો. આ ગીત બોસ્કો માર્ટિસે કોરિયોગ્રાફ કર્યું છે.

ટીકૂ વેડ્સ શેરુના છેલ્લા શેડ્યૂલનું શૂટિંગ

કંગના રનૌતે તેની પ્રથમ પ્રોડક્શન ફિલ્મ ટીકૂ વેડ્સ શેરુના છેલ્લા શેડ્યૂલનું શૂટિંગ શરૂ કરી દીધું છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર આની તસવીરો શેર કરી હતી. પહેલા ફોટોમાં કંગના મોનિટર તરફ જોતી જોવા મળી હતી. આ ફોટો શેર કરતાં તેણે લખ્યું- ટીકૂ વેડ્સ શેરુના છેલ્લા શેડ્યૂલનું શૂટિંગ આજથી એટલે કે  શનિવારથી શરૂ થઈ ગયું છે. બીજા ફોટોમાં સેટ પર એક વ્યક્તિ તેને કંઈક સમજાવતી જોવા મળી હતી, જ્યારે ત્રીજા ફોટોમાં તે ખુરશી પર બેઠેલી જોવા મળી હતી. ફોટો શેર કરતા તેણે લખ્યું- આ વાયરસના ગરબડમાંથી બહાર આવ્યા બાદ સેટ પર આવીને આનંદ થયો.

જણાવી દઈએ કે આ ફિલ્મ કંગના રનૌતના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન સાઈ કબીર કરી રહ્યા છે. કબીરે આ પહેલા કંગનાની ફિલ્મ રિવોલ્વર રાની ડિરેક્ટ કરી છે.

આ પણ વાંચો :શબાના આઝમી થયા કોરોના સંક્રમિત, પોસ્ટ શેર કરી આપી માહિતી

આ પણ વાંચો :કંગના રનૌતે કેનેડાના PM જસ્ટિન ટ્રુડો પર  કર્યો કટાક્ષ, કહ્યું- ‘કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે’

આ પણ વાંચો :ફિલ્મ રામ સેતુનું શૂટિંગ પૂર્ણ, અક્ષય કુમારે વીડિયો પોસ્ટ કરી કહ્યું – ‘ફરીથી શાળાએ જવા જેવું લાગ્યું…’

આ પણ વાંચો :આ મોડલે 60 માળની બિલ્ડીંગ પરથી લગાવી મોતની છલાંગ, જીતી ચૂકી છે આ ખિતાબ