બોલીવુડ/ દિલ્હી હાઈકોર્ટે 5G ટેકનોલોજી મામલે જુહી ચાવલાની અરજી ફગાવી, પબ્લિસિટી સ્ટંટ ગણાવતા 20 લાખનો દંડ

બોલીવુડ અભિનેત્રી જૂહી ચાવલા તરફથી દિલ્હી હાઈકોર્ટમાં મોબાઇલ ફોનની 5જી ટેક્નોલોજીને લઈને દાખલ કરવામાં આવેલી અરજી રદ્દ થઈ ગઈ છે. અભિનેત્રી જૂહી ચાવલાએ દેશમાં 5જી વાયરલેસ

Trending Entertainment
juhi chavala 1 દિલ્હી હાઈકોર્ટે 5G ટેકનોલોજી મામલે જુહી ચાવલાની અરજી ફગાવી, પબ્લિસિટી સ્ટંટ ગણાવતા 20 લાખનો દંડ

બોલીવુડ અભિનેત્રી જૂહી ચાવલા તરફથી દિલ્હી હાઈકોર્ટમાં મોબાઇલ ફોનની 5જી ટેક્નોલોજીને લઈને દાખલ કરવામાં આવેલી અરજી રદ્દ થઈ ગઈ છે. અભિનેત્રી જૂહી ચાવલાએ દેશમાં 5જી વાયરલેસ નેટવર્ક સ્થાપિત કરવા વિરુદ્ધ સોમવારે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને નાગરિકો, જાનવરો, વનસ્પતિઓ અને જીવો પર વિકિરણના પ્રભાવ સંબંધિત મુદ્દો ઉઠાવ્યો હતો.કોર્ટની કાર્યવાહીના દુરૂપયોગ માટે જૂહી ચાવલા પર 20 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સોમવારે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો

અભિનેત્રી જૂહી ચાવલાએ દેશમાં 5જી વાયરલેસ નેટવર્ક સ્થાપિત કરવા વિરુદ્ધ સોમવારે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને નાગરિકો, જાનવરો, વનસ્પતિઓ અને જીવો પર વિકિરણના પ્રભાવ સંબંધિત મુદ્દો ઉઠાવ્યો હતો.ચાવલા, વીરેશ મલિક અને ટીના વચાણીએ અરજી દાખલ કરી કહ્યું કે, જો દૂરસંચાર ઉદ્યોગની 5જી સંબંધિત યોજનાઓ પૂરી થાય છે તો પૃથ્વી પર કોઈપણ વ્યક્તિ, કોઈ જાનવર, પક્ષી, કોઈ કીટ અને કોઈ વૃક્ષ તેના પ્રતિકૂળ પ્રભાવથી બચી શકશે નહીં.

પબ્લિસિટી માટે દાખલ કરવામાં આવી હતી..!!!

જસ્ટિસ જેઆર મિધાની પીઠે આ મામલામાં શુક્રવારે પોતાનો ચુકાદો આપ્યો છે. આ પહેલા બુધવારે સુનાવણી પૂરી થઈ ચુકી હતી. મામલો સુનાવણી માટે ન્યૂયમૂર્તિ સી હરિશંકરની પાસે આવ્યો, જેણે આ અરજી બે જૂને સુનાવણી માટે બીજી પીઠ સમક્ષ સ્થાણાંતરિત કરી દીધી હતી. કોર્ટે કહ્યું કે, અરજીકર્તાને ખુદ ખ્યાલ નથી કે તથ્યોને લઈને અરજી દાખલ કરવામાં આવી. આ સંપૂર્ણ રીતે કાયદાકીય સલાહ પર આધારિત હતી, જે પબ્લિસિટી માટે દાખલ કરવામાં આવી હતી.

અરજી લીગલ એડવાઇઝ પર આધારિત,કોઈ તથ્ય નથી

કોર્ટે કહ્યું કે, અરજીકર્તાએ પૂરી કોર્ટ ફી જમા કરાવી નથી જે દોઢ લાખથી ઉપર છે. તેને એક સપ્તાહની અંદર આ રકમ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો. કોર્ટે કહ્યું કે, આ અરજી લીગલ એડવાઇઝ પર આધારિત હતી, જેમાં કોઈ તથ્ય રાખવામાં આવ્યા નથી. અરજીકર્તાએ પબ્લિસિટી માટે કોર્ટનો કિંમતી સમય બરબાદ કર્યો. આ વાત તેનાથી સ્પષ્ટ થાય છે કે તેમણે કોર્ટની કાર્યવાહીની વીડિયો લિંક પોતાના ફેન્સ સાથે શેર કરી હતી.

sago str 5 દિલ્હી હાઈકોર્ટે 5G ટેકનોલોજી મામલે જુહી ચાવલાની અરજી ફગાવી, પબ્લિસિટી સ્ટંટ ગણાવતા 20 લાખનો દંડ