Ahmedabad/ અમદાવાદી પરિવાર 73 વર્ષ જૂની કાર લઈને ભારતથી લંડન સુધીનો પ્રવાસ ખેડ્યો!

એક ભારતીય ઉદ્યોગપતિ કાર ચલાવીને લંડન પહોંચ્યા છે. વેપારી તેના પરિવાર સાથે અમદાવાદથી લંડન સુધી કાર ચલાવી પ્રવાસ પૂર્ણ કર્યો છે.

Ahmedabad Gujarat Trending
YouTube Thumbnail 2023 11 02T104456.791 અમદાવાદી પરિવાર 73 વર્ષ જૂની કાર લઈને ભારતથી લંડન સુધીનો પ્રવાસ ખેડ્યો!

એક ભારતીય ઉદ્યોગપતિ કાર ચલાવીને લંડન પહોંચ્યા છે. વેપારી તેના પરિવાર સાથે અમદાવાદથી લંડન સુધી કાર ચલાવી પ્રવાસ પૂર્ણ કર્યો છે. આ દરમિયાન ઉદ્યોગપતિએ 14 દેશોનો પ્રવાસ કર્યો અને 76 દિવસમાં 12 હજાર કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું. આ ઉદ્યોગપતિએ એક રેકોર્ડ બનાવ્યો છે.

દેશની આઝાદીના 76 વર્ષ પૂરા થવા પર ઉદ્યોગપતિએ નક્કી કર્યું કે તે બ્રિટિશ નિર્મિત વિન્ટેજ કાર 1950 ‘MG YT’ પર સવારી કરીને આ વિશેષ યાત્રા શરૂ કરશે. ઉદ્યોગપતિનું સપનું હતું કે તે કારને તે જગ્યાએ લઈ જશે જ્યાં તેને બનાવવામાં આવી હતી. આવી સ્થિતિમાં અમદાવાદના વેપારી વિન્ટેજ કારમાં લંડન જવા રવાના થયા હતા.

અમદાવાદના આ વેપારીનું નામ દમન ઠાકોર છે. તેમના 75 વર્ષીય પિતા અને 21 વર્ષની પુત્રી સાથે દક્ષિણ-પૂર્વ ઈંગ્લેન્ડના એબિંગ્ડનમાં આવેલી એમજી ફેક્ટરીમાં તેમણે ‘લાલ પરી’ નામની કાર ચલાવીને પહોંચ્યા હતા . સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ 31 ઓક્ટોબરે દમન ઈંગ્લેન્ડ પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ ઉદ્યોગપતિએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની પ્રતિકૃતિ મહારાજા ચાર્લ્સ ત્રીજાના પ્રતિનિધિને સોંપી હતા.

ઉદ્યોગપતિ દમન ઠાકોરે કહ્યું કે, તેમણે સરદાર પટેલના આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસના મૂલ્યોમાંથી પ્રેરણા લીધી છે. તેમણે કહ્યું કે રસ્તામાં તેમને ગરમી, રણ, રેતીના તોફાન અને દુબઈ અને ઈરાનના ઘણા દુર્ગમ રસ્તાઓમાંથી પસાર થવું પડ્યું. દમને જણાવ્યું કે 15 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્ર સરકારના કૌશલ્ય, રોજગાર અને નવીનતા મંત્રી પ્રભાત લોઢાએ આ યાત્રાને લીલી ઝંડી આપી હતી.


whatsapp ad White Font big size 2 4 અમદાવાદી પરિવાર 73 વર્ષ જૂની કાર લઈને ભારતથી લંડન સુધીનો પ્રવાસ ખેડ્યો!


આ પણ વાંચો: Tmc Leaders/ લોકસભાની એથિક્સ કમિટી આજે ‘કેશ ફોર ક્વેરી’ મામલે કરશે મહુઆ મોઇત્રાની પૂછપરછ

આ પણ વાંચો: Gujarat GST/ GST કર પ્રણાલિ ગુજરાતને ફળીઃ ચાલુ વર્ષે છઠ્ઠી વખત પાંચ હજાર કરોડથી વધુ આવક

આ પણ વાંચો: Delhi/ સીએમ કેજરીવાલ ED સમક્ષ હાજર થાય એ પહેલા વધુ એક મંત્રીના ઘરે દરોડા