અમદાવાદઃ ગુજરાતને જીએસટી કરપ્રણાલિ ફળી રહી છે. ગુજરાતને ઓક્ટોબર 2023માં જીએસટી પેટે 5,216 કરોડ રૂપિયાની આવક થઈ છે. અહીં મહત્વની વાત એ છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં ગુજરાત રાજ્યને છઠ્ઠી વખત મહિને પાંચ હજાર કરોડથી વધુ જીએસટીની આવક થઈ છે. આમ વર્તમાન વર્ષના પ્રથમ સાત મહિનામાં રાજ્ય સરકારને જીએસટી પેટે 37,216 કરોડ રૂપિયા મળ્યા છે. રાજયને વેટ હેઠળ 2,616 કરોડની આવક મળી છે. રાજ્યની આ આવક ગયા વર્ષની 31,171 કરોડ રૂપિયાની આવક કરતાં 19 ટકા વધી છે.
ઓકટોબર 2023માં રાજ્યને વેટ હેઠળ 2,616 કરોડ રૂપિયાની આવક થઈ છે. જ્યારે ઓક્ટોબર 2023માં જીએસટી અને વેટ હેઠળ 7,832 કરોડ રૂપિયાની આવક થઈ છે. વર્તમાન નાણાકીય વર્ષમાં જીએસટી-વેટ હેઠળ રાજ્યને કુલ 64,816 કરોડ રૂપિયાની આવક થઈ છે.
અહીં મહત્વની વાત એ છે કે આ આંકડો રાજ્યના કર વિભાગને આપવામાં આવેલા લક્ષ્યાંકના 61 ટકા વધારે છે. કેન્દ્રના નાણા મંત્રાલયે ઓક્ટોબર 2023 માટે જીએસટી કલેકશનના આંકડા જાહેર કર્યા છે. આ મુજબ ઓક્ટોબરમાં દેશમાં જીએસટી કલેકશન 1,72,003 કરોડ રૂપિયા થયું છે. તેમા 30,062 કરોડ રૂપિયા સીજેસટી, 38,171 કરોડ રૂપિયા એસજીએસટી, 91,315 કરોડ રૂપિયા આઇજીએસટી અને 12,456 કરોડ રૂપિયા સેસ છે.
નાણા મંત્રાલયના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2023-24માં સરેરાશ માસિક જીએસટી કલેકશન 1.66 લાખ કરોડ રૂપિયા રહ્યુ છે, જે ગયા વર્ષ કરતાં 11 ટકા વધારે છે. આ સાથે ગત વર્ષે ઓક્ટોબર મહિનાની તુલનામાં જીએસટી કલેકશન 13 ટકા વધારે રહ્યુ છે. સ્થાનિક વ્યવહારોથી જીએસટીની આવકમાં 13 ટકાનો ઉછાળો આવ્યો છે.
ઓક્ટોબર-નવેમ્બરમાં નવરાત્રિ, દશેરા, કરવા ચોથ, દિવાળી સહિતના ઘણા તહેવારો છે. એટલે સરકારને ઓક્ટોબરમાં વધારે જીએસટી કલેકસન મળ્યું છે. આ મુજબ નવેમ્બરમાં પણ દિવાળીના લીધે જીએસટી કલેકશન ઊંચું આવી શકે છે. તહેવારોમાં લોકો છૂટથી વસ્તુ ખરીદતા હોય છે. ખરીદાયેલી વસ્તુઓ પર જીએસટી લાગે છે. આ રીતે લોકો જેટલી વધારે ખરીદી કરે તેટલી સરકારને જીએસટીની વધારે આવક થાય છે.
આ પણ વાંચોઃ Delhi/ સીએમ કેજરીવાલને આજે EDના પ્રશ્નોનોના જવાબ આપવા પડશે
આ પણ વાંચોઃ Diwali 2023/ ધનતેરસના પર શા માટે ‘સાવરણી’ ખરીદવામાં આવે છે, જાણો ધાર્મિક મહત્વ
આ પણ વાંચોઃ મોટી કાર્યવાહી/ UPના રાજયપાલ આનંદી પટેલને હાજર રહેવા સમન્સ મામલે મોટી કાર્યવાહી,SDM અને ક્લાર્ક સસ્પેન્ડ

