એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદના ઘર પર દરોડા પાડ્યા છે. રિપોર્ટ અનુસાર EDની ટીમ રાજકુમાર આનંદના કુલ 9 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરોડો કયા કેસમાં કરવામાં આવી રહ્યો છે તે હજુ સ્પષ્ટ નથી. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં EDએ AAPના વડા અરવિંદ કેજરીવાલને પણ સમન્સ મોકલ્યા છે અને તેમણે આજે જ ED સમક્ષ હાજર થવું પડશે. આ કેસમાં AAPના ઘણા નેતાઓની ધરપકડ થઈ ચૂકી છે.
#WATCH दिल्ली के मंत्री राज कुमार आनंद के सिविल लाइंस इलाके स्थित आवास पर ED की छापेमारी चल रही है। आज सुबह से ही सर्च जारी है। उनसे जुड़े 9 परिसरों पर छापेमारी चल रही है। विवरण की प्रतीक्षा है। pic.twitter.com/MS99tWGxlU
— ANI_HindiNews (@AHindinews) November 2, 2023
સીએમ કેજરીવાલના ED સમક્ષ હાજર થતા પહેલા AAPએ આશંકા વ્યક્ત કરી છે કે મનીષ સિસોદિયા અને સંજય સિંહની જેમ અરવિંદ કેજરીવાલની પણ ધરપકડ થઈ શકે છે. આ પહેલા સીબીઆઈએ આ જ કેસમાં અરવિંદ કેજરીવાલની પણ પૂછપરછ કરી હતી. જોકે, ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી ન હતી.
કોણ છે રાજકુમાર આનંદ?
રાજકુમાર આનંદ દિલ્હી સરકારના મંત્રી અને દલિત સમુદાયના નેતા છે. તેઓ દિલ્હીની પટેલ નગર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. હાલમાં તેમની પાસે કુલ 7 વિભાગો છે. તેની પાસે ગુરુદ્વારા ચૂંટણી, SC અને ST, સમાજ કલ્યાણ, સહકારી વિભાગ, જમીન અને મકાન, શ્રમ મંત્રાલય અને રોજગાર મંત્રાલયની જવાબદારી છે.
આ પણ વાંચો: World Cup 2023/ ભારતીય ટીમનો આ વિસ્ફોટક બેટ્સમેન શ્રીલંકાને ભારે પડી શકે છે, વનડેમાં ફટકારી 10 સદી
આ પણ વાંચો: Delhi/ સીએમ કેજરીવાલને આજે EDના પ્રશ્નોનોના જવાબ આપવા પડશે
આ પણ વાંચો: શુક્રનું નીચલી રાશિમાં સંક્રમણ/ શુક્ર કન્યા રાશિમાં કરશે ગોચર, ૫ રાશિના જાતકોને સાવધાન રહેવાની સલાહ

