વર્લ્ડ કપ 2023ની 33મી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે મુંબઈમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી રમાયેલી તમામ મેચ જીતી છે. જ્યારે શ્રીલંકાએ છમાંથી માત્ર બે મેચ જીતી છે. શ્રીલંકા માટે આ મેચ જીતવી મુશ્કેલ હશે. તેની સામે ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીનું અત્યાર સુધી સારું પ્રદર્શન રહ્યું છે. કોહલીએ વનડે ફોર્મેટમાં 10 સદી ફટકારી છે. કોહલીની સાથે રોહિત શર્માએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.
કોહલીએ શ્રીલંકા સામે અત્યાર સુધીમાં 52 વનડે મેચ રમી છે. આ દરમિયાન 2506 રન બનાવ્યા છે. કોહલીએ તેની સામે 10 સદી અને 11 અડધી સદી ફટકારી છે. કોહલીનો શ્રીલંકા સામે વનડેમાં સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 166 રહ્યો છે. હવે તેમણે વર્લ્ડ કપની મેચોમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. કોહલી પાસે સચિન તેંડુલકરના સદીના રેકોર્ડની બરાબરી કરવાની તક છે. કોહલીએ 287 વનડે મેચોમાં 48 સદી ફટકારી છે. જ્યારે સચિને 49 સદી ફટકારી છે.
રોહિત શ્રીલંકા સામે અત્યાર સુધીમાં 51 વનડે મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 6 સદી અને 7 અડધી સદી ફટકારી છે. કોહલીએ તેની સામે 1860 રન બનાવ્યા છે. રસપ્રદ વાત એ છે કે રોહિતે શ્રીલંકા સામે વનડેમાં પણ બેવડી સદી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 264 રન રહ્યો છે.
નોંધનીય છે કે, ભારતે અત્યાર સુધી છ મેચ રમી છે અને તમામ મેચ જીતી છે. તેના 12 પોઈન્ટ છે. દક્ષિણ આફ્રિકા ટોચ પર છે. તેના પણ 12 પોઈન્ટ છે. શ્રીલંકાએ 7માંથી છ મેચ જીતી છે. શ્રીલંકાની વાત કરીએ તો તેણે 6માંથી માત્ર 2 મેચ જીતી છે અને તેના 4 પોઈન્ટ છે.
આ પણ વાંચો: Delhi/ સીએમ કેજરીવાલને આજે EDના પ્રશ્નોનોના જવાબ આપવા પડશે
આ પણ વાંચો: શુક્રનું નીચલી રાશિમાં સંક્રમણ/ શુક્ર કન્યા રાશિમાં કરશે ગોચર, ૫ રાશિના જાતકોને સાવધાન રહેવાની સલાહ
આ પણ વાંચો: Diwali 2023/ ધનતેરસના પર શા માટે ‘સાવરણી’ ખરીદવામાં આવે છે, જાણો ધાર્મિક મહત્વ