કોરોના/ અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન કોરોના સંક્રમિત,ટ્વિટ કરી આપી માહિતી

અમેરિકા રક્ષા મંત્રી લોયડ જેમ્સ ઓસ્ટિન પણ કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમણે પોતે આ અંગે માહિતી આપી છે

Top Stories World
america અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન કોરોના સંક્રમિત,ટ્વિટ કરી આપી માહિતી

અમેરિકામાં કોરોનાનો કહેર જોવા મળી રહી છે,પ્રત્યેક દિવસ સંક્રમણ સૂનામીની જેમ વધી રહ્યો છે. કોવિડ-19 રોગચાળો ફરી એકવાર અહીંના લોકોને ઝડપથી ઝપેટમાં લઇ રહ્યો છે ,અમેરિકા રક્ષા મંત્રી લોયડ જેમ્સ ઓસ્ટિન પણ કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમણે પોતે આ અંગે માહિતી આપી છે. લોયડ ઓસ્ટીને ટ્વીટ કરીને કહ્યું- આજે સવારે મને કોવિડ-19 પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. મેં ઘરે મારા વેકેશન દરમિયાન લક્ષણો જોયા બાદ ટેસ્ટ માટે વિનંતી કરી હતી. મારામાં લક્ષણો ખૂબ જ ઓછા છે અને હું ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરું છું.

નોંધપાત્ર વાત એ છે કે, કોરોનાના નવા પ્રકાર, Omicron પ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યા પછી, સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ ફરી એકવાર ઝડપથી વધી રહ્યા છે. આ કારણોસર, નાઇટ કર્ફ્યુની સાથે, ભારત સહિત ઘણા દેશોમાં અન્ય ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે, જેથી આ ચેપને નિયંત્રિત કરી શકાય.