Ashes series/ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડ કોરોના પોઝિટિવ

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડ કોરોના પોઝિટિવ બહાર આવ્યા છે. તે મેલબોર્નમાં તેમના પરિવારનાં સભ્ય સાથે ક્વોરેન્ટિનમાં હતા. આ દરમ્યાન તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

Sports
ક્રિસ સિલ્વરવુડ

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડ કોરોના પોઝિટિવ બહાર આવ્યા છે. તે મેલબોર્નમાં તેમના પરિવારનાં સભ્ય સાથે ક્વોરેન્ટિનમાં હતા. આ દરમ્યાન તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેના પરિવારનાં એક સભ્યનો કોરોનાવાયરસ પોઝિટિવ આવ્યા પછી તેણે પહેલેથી જ ચોથી ટેસ્ટમાંથી અલગ થઇ ગયા હતા.

આ પણ વાંચો – ક્રિકેટ / ભારત સામેની વનડે શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની ટીમ જાહેર,ફાસ્ટ બોલર માર્કો જેન્સનનો સમાવેશ

ક્રિસ સિલ્વરવુડનાં સ્થાને સહાયક કોચ ગ્રેહામ થોર્પ ટીમનું નેતૃત્વ કરશે. ચોથી ટેસ્ટ 5 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. રવિવારે મુલાકાતી ટીમનાં નેટ બોલર અને સ્પોર્ટ્સ સ્ટાફ પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. SkySports દ્વારા અહેવાલ મુજબ, ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ઈંગ્લેન્ડની પુરૂષ ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડનો COVID-19 ટેસ્ટ પોઝિટિવ થયો છે. સિલ્વરવુડ તેના પરિવારનાં એક સભ્યનાં પોઝિટિવ આવ્યા બાદ 30 ડિસેમ્બરથી મેલબોર્નમાં ક્વોરેન્ટિનમાં છે. સિલ્વરવુડમાં કોરોનાનાં કોઈ લક્ષણો નથી અને તેણે રસી લીધી છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે તે પાંચમી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડની ટીમ સાથે જોડાઈ જવાની સંપૂર્ણ આશા છે.

આ પણ વાંચો – કોરોના સંક્રમિત / PSG ક્લબમાં કોરોના બોમ્બ ફાટ્યો, લિયોનેલ મેસ્સી સહિત 4 ખેલાડીઓ સંક્રમિત થયા

ઓસ્ટ્રેલિયાએ પહેલાથી જ પાંચ મેચની ટેસ્ટ સીરીઝમાં 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે અને એશીઝ પર કબજો કરી લીધો છે. ઈંગ્લેન્ડ આગામી બે ટેસ્ટ મેચ જીતવાનો પ્રયાસ કરશે અને અહીંથી સન્માનપૂર્વક વિદાય લેશે. અત્યાર સુધી મુલાકાતી ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. પાંચમી ટેસ્ટ મેચ 4 જાન્યુઆરીથી હોબાર્ટમાં રમાશે. ઈંગ્લેન્ડનાં કેમ્પમાં અત્યાર સુધીમાં 9 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ સિવાય કોમેન્ટ્રી પેનલમાં સામેલ મેચ રેફરી ડેવિડ બૂન, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ટ્રેવિસ હેડ અને પૂર્વ દિગ્ગજ બોલર ગ્લેન મેકગ્રા પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.