વિશ્વનો દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી કોરોનાથી સંક્રમિત જોવા મળ્યો છે. મેસ્સી હાલમાં પીએસજી ક્લબ સાથે સંકળાયેલો છે અને આ ક્લબે તેના વિશે માહિતી આપી છે. રમતની દુનિયામાં આ દિવસોમાં ઘણા ખેલાડીઓ તેનો શિકાર બની રહ્યા છે, જેમાં નવું નામ છે મેસ્સી. મેસ્સી ઉપરાંત ક્લબના વધુ ત્રણ ખેલાડીઓ સંક્રમિત જોવા મળ્યા છે. ક્લબે વધુમાં જણાવ્યું કે તમામ ખેલાડીઓને અલગ રાખવામાં આવ્યા છે અને હાલમાં તેઓ કોરોના પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે.
આ પણ વાંચો:ગુજરાત / દાહોદમાં મજૂરી કામ કરતા પરિવારનું બે વર્ષનું બાળક કોરોના સંકર્મિત થયું
પીએસજીએ પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે ટીમનો એક સ્ટાફ મેમ્બર પણ સંક્રમિત જોવા મળ્યો છે. ક્લબે પહેલા ખેલાડીઓના નામ જાહેર કર્યા ન હતા, જોકે મેડિકલ ટીમે બાદમાં તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે મેસ્સી સિવાય લેફ્ટ-બેક હુઆ બર્નેટ, બેકઅપ ગોલકીપર સર્જિયો રિકો અને 19 વર્ષીય મિડફિલ્ડર નાથન બિટુમઝાલા ચેપગ્રસ્ત મળી આવ્યા છે.
આ પણ વાંચો:ગોળીબાર / અમેરિકામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન ગોળીબાર થતાં 3 લોકોનાં મોત 4 ઘાયલ
ન્યૂકાસલ ટીમમાં સતત કોરોના વાયરસના ચેપના કેસ સામે આવ્યા બાદ રવિવારે સાઉથમ્પટનમાં યોજાનારી ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલ મેચને સ્થગિત કરવામાં આવી છે. EPL એ આ વિશે જાણકારી આપી. ગુરુવારે એવર્ટન સામેની ન્યૂકાસલની અગાઉની મેચ પણ મુલતવી રાખવામાં આવી હતી.
