T20 World Cup/ શમીને ટ્રોલ કરનારને વિરાટે આપ્યો જવાબ, ગણાવ્યા “કરોડરજ્જુ વિનાનાં લોકોનો સમૂહ”

ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર ઝડપી બોલર મોહમ્મદ શમીને ધર્મને લઈને નિશાન બનાવનારાઓ પર આકરા પ્રહારો કર્યા છે.

Sports
વિરાટ અને શમી

ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર ઝડપી બોલર મોહમ્મદ શમીને ધર્મને લઈને નિશાન બનાવનારાઓ પર આકરા પ્રહારો કર્યા છે, અને તેમને T20 વર્લ્ડકપની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામેની હાર બાદ “બેકબોનલેસ લોકોનો સમૂહ” ગણાવ્યો છે. પાકિસ્તાન સામેની દસ વિકેટની હાર બાદ શમી ટીકાકારોનાં નિશાના પર હતો, જો કે કોહલીએ મેચ બાદ કહ્યું હતું કે પાકિસ્તાને ભારતીય ટીમ કરતા વધુ સારું પ્રદર્શન કર્યું હતું.

વિરાટ અને શમી

આ પણ વાંચો – T20 World Cup / Tickets વિના મેચમાં ઘૂસ્યા પ્રસંશકો, પછી થઇ છુટ્ટા હાથની મારામારી, Video

ન્યૂઝીલેન્ડ સામેની મેચની પૂર્વ સંધ્યાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોહલીએ કહ્યું, ‘અમારી પાસે મેદાન પર રમવાનું સારું કારણ છે. સોશિયલ મીડિયા પર લખનારા એ કરોડરજ્જુ વગરનાં લોકો નથી કે જેઓ કોઈ પણ વ્યક્તિ સાથે રૂબરૂ વાત કરવાની હિંમત ન ધરાવતા હોય. કરોડરજ્જુ વિનાનાં લોકોનાં કેટલાક જૂથ માટે, સોશિયલ મીડિયા પર કોઈની મજાક ઉડાવવી એ મનોરંજનનું સાધન બની ગયું છે જે કમનસીબ છે. લોકો પોતાની ઓળખ છુપાવીને લોકોને ટાર્ગેટ કરે છે, તેમની પાસે લોકોની સામે આવવાની હિંમત નથી હોતી અને તેઓ કોઈની પાછળ જ પડી જાય છે, સોશિયલ મીડિયા દ્વારા આવું કરવું ખૂબ જ દુઃખદ છે. વિરાટે આગળ કહ્યું, આ માનવતાનું સૌથી નીચું સ્તર છે. ધર્મનાં આધારે કોઈનાં પર હુમલો કરવાથી વધુ નિરાશાજનક કંઈ હોઈ શકે નહીં. લોકો માનવીય ક્ષમતાને એવા નીચા કામમાં ઉપયોગ કરી રહ્યા છે. હું ટ્રોલર્સને આ રીતે જોઉં છું. વ્યક્તિગત ખેલાડીઓ તરીકે, અમે જાણીએ છીએ, સમજીએ છીએ કે અમારે મેદાન પર શું કરવાનું છે. તે માટે અમારી પાસે ક્ષમતા અને માનસિક શક્તિ છે. અમે શું અને કેવી રીતે કરીએ છીએ તે કરવાની તેમની પાસે ન તો ક્ષમતા કે હિંમત છે, તેઓ આ કરવાનું વિચારી પણ શકતા નથી.

શમી

આ પણ વાંચો – Cricket / ઈંગ્લેન્ડની ભૂતપૂર્વ વિકેટકીપર મહિલા ખેલાડીએ રચ્યો ઈતિહાસ, UAE માં આ પુરુષ ટીમને આપશે કોચિંગ

ભારતીય કેપ્ટને વધુમાં કહ્યું, ‘ધર્મનાં આધારે પક્ષપાત વિશે ક્યારેય વિચાર્યું નથી. ધર્મ એ ખૂબ જ પવિત્ર વસ્તુ છે. અમારો ભાઈચારો અને મિત્રતા ડગમગી શકે તેમ નથી અને આ બાબતોથી કોઈ ફરક પડતો નથી. જેઓ અમને સમજે છે તેમને હું શ્રેય આપું છું. ભારતની હાર પછી, શમીનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સેંકડો સંદેશાઓ હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે તે દેશદ્રોહી છે અને તેને ભારતીય ટીમમાંથી બહાર ફેંકી દેવો જોઈએ. જો કે, તેના ચાહકો અને જાણીતી દરેક ક્ષેત્રની હસ્તીઓએ તેમને ટેકો આપ્યો હતો.