સુરત/ જીજાજી-સાળીના અનૈતિક સંબંધને કારણે થયો બાળકીનો જન્મ ,પાપ છુપાવવા પ્લાસ્ટિકની થેલીમાં બાળકીનેભરી.

પાંડેસરા સિદ્ધાર્થનગર ત્રણ રસ્તેથી બાટલીબૉય ત્રણ રસ્તા તરફ જવાના મેન રોડ પર એમકે ગેરેજ સામે ઓવર બ્રિજના નાકા પર કચરામાંથી એક નવજાત મળ્યું હતું.

Gujarat Surat
Untitled 565 જીજાજી-સાળીના અનૈતિક સંબંધને કારણે થયો બાળકીનો જન્મ ,પાપ છુપાવવા પ્લાસ્ટિકની થેલીમાં બાળકીનેભરી.

 રાજયમાં  આવા  કિસ્સાઓ  બનતા જોવા  મળી રહ્યા છે. તેવામાં   ખાસ કરીને  અમુક મોટા શહેરોમાં આવા કિસ્સાનું  પ્રમાણ  વધતું  હોઈ છે . ત્યારે આજે  સુરતમાં  સિદ્ધાર્થ નગર નજીક કચરામાંથી પ્લાસ્ટિકની થેલીમાં લપેટાયેલું નવજાત મળ્યું હતું. આ મામલે પોલીસે બિહારના યુવકની ધરપકડ કરી છે. સાળી સાથે અનૈતિક સંબંધમાં બિહારથી સુરત આવ્યો હતો.

આ પણ વાંચો:માનવતા મરી પરવારી / રાજ્યમાં નવજાત બાળક મળવાનો સિલસિલો યથાવત, હવે રાજકોટમાંથી મળી આવ્યું માસૂમ

જો કે રસ્તામાં જ પ્રસુતિ થઈ જવાથી પોતાનું પાપ છુપાવવવા નવજાતને ત્યજી દેવાની ચોંકાવનારી કબૂલાત યુવકે કરી. પાંડેસરા સિદ્ધાર્થનગર ત્રણ રસ્તેથી બાટલીબૉય ત્રણ રસ્તા તરફ જવાના મેન રોડ પર એમકે ગેરેજ સામે ઓવર બ્રિજના નાકા પર કચરામાંથી એક નવજાત મળ્યું હતું.પાંડેસરા પોલીસે નવજાતને ત્યજી દેનારા માતા-પિતા વિરુદ્ધ મામલો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં એક યુવક બાઈક પર માસૂમને ત્યજી દેતો કેમેરામાં કેદ થઈ ગયો.

આ પણ વાંચો ;ભેળસેળ /  દિવાળીમાં ભેળસેળ કરતાં વેપારીઓ સામે ફુડ વિભાગ સક્રીય,3 હજાર સેમ્પલ લેવામાં આવ્યા

પોલીસે બાઈક નંબરના આધારે સ્થાનીક વિસ્તારના તમામ સીસીટીવી ખંગાળ્યા. ત્યાર બાદ તેના બનેવીના ઘરેથી 21 વર્ષીય રજનીશકુમાર રવિન્દ્ર પાસવાનને પકડ્યો હતો.મળતી માહિતી મુજબ જનીશની પૂછપરછમાં તે બિહારના નાલંદા જિલ્લાનો રહેવાસી હોવા અન તેના સાળી સાથે અનૈતિક સંબંધ હોવાની વાત કહી. જેનાથી સાળી ગર્ભવતી થવાથી બિહારથી સુરત ડિલીવરી માટે આવ્યો હતો અને પાંડેસરાની હોસ્પિટલમાં ગયો હતો.