Not Set/ માંગરોળ/ ભક્ષક દીપડાને માનવામાં આવે છે રક્ષક, દીપડો આવી રીતે કરે છે ખેતીમાં મદદ આવો જાણીએ

  સુરત જિલ્લાના માંગરોળ તાલુકા ની તો તાલુકાનાં વેલાછા, સેઠી, આસરમા સહિતના 7 જેટલા ગામોમાં ગ્રામજનો દ્વારા જિલ્લામાં ક્યાયથી પણ ઝબ્બે થયેલા દીપડાઓને પોતાના ગામમાં છોડી જવાની માંગ તેમજ દીપડાને ગામનો રક્ષક માનતા ગામનાં લોકોની હેરત પમાડે એવી માંગ અને માન્યતા જોવા મળી રહી છે. સુરત જિલ્લાના છેવાડે આવેલા માંગરોળ તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલા વેલાછા,સેઠી, લીંબાડા, આસરમા […]

Gujarat Surat
f1c51a9863c01a2dee7ad426fc7635fc માંગરોળ/ ભક્ષક દીપડાને માનવામાં આવે છે રક્ષક, દીપડો આવી રીતે કરે છે ખેતીમાં મદદ આવો જાણીએ
 

સુરત જિલ્લાના માંગરોળ તાલુકા ની તો તાલુકાનાં વેલાછાસેઠી, આસરમા સહિતના 7 જેટલા ગામોમાં ગ્રામજનો દ્વારા જિલ્લામાં ક્યાયથી પણ ઝબ્બે થયેલા દીપડાઓને પોતાના ગામમાં છોડી જવાની માંગ તેમજ દીપડાને ગામનો રક્ષક માનતા ગામનાં લોકોની હેરત પમાડે એવી માંગ અને માન્યતા જોવા મળી રહી છે. સુરત જિલ્લાના છેવાડે આવેલા માંગરોળ તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલા વેલાછા,સેઠી, લીંબાડા, આસરમા સહિતના ગામોમા છાશવારે હિંસક દીપડાઓ દેખાયા બાદ પણ ગ્રામજનો પાંજરું મૂકવા તૈયાર નથી. ઉપરથી જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી પકડાયેલા  દીપડાઓને પણ ગામની સીમમાં છોડી જવા માટે ફોરેસ્ટ વિભાગને માંગ કરતા આ વિસ્તારના લોકોની વિચિત્ર તેમજ હેરત પમાડતી વાતથી ખુદ ફોરેસ્ટ તેમજ નેચર ક્લબ માથું ખંજવાળતા થઇ ગયા છે. 

દીપડાની દહેશત વચ્ચે વનવિભાગ કુંભકર્ણ નિંદ્રામાં, વૃદ્ધનું ગળું દબાવી દસ ફૂટ  ઉંડી વંડી ઠેકી લઈ ગયો - GSTV
પ્રતિ પાકની સિઝનમાં એક મોટું નુકસાન વેઠતા ખેડૂતો તેમજ ગ્રામજનો માટે મસીહા તરીકે ઉપસેલા દીપડાએ છેલ્લા પાંચ વર્ષથી એક પણ જણ ઉપર હુમલો કર્યાનો દાખલો પ્રકાશમાં આવ્યો નથી. અલબત્ત કેટલીક વાર તો ખેડૂત ગામલોકોનો દીપડાની આમને-સામને થવા છતાં બેખોફ ગામલોકો માટે દીપડો રક્ષકની ભૂમિકા નિભાવી રહ્યો હોવાનું સ્થાનિકો જણાવ્યું હતું. કોઇપણ જાતનાં ડર વિના ખેતરમાં  મુક્ત મને ફરી રહેલા ગામના તમામ લોકો દીપડા જેવા હિંસક પ્રાણીને પોતાનો રક્ષક માને છે. આસરમા, લીંબાડા, શેઠી,વેલાછા  સહિતના ગ્રામજનો દીપડા જેવા ખૂંખાર પ્રાણીને પોતાનો રક્ષક તેમજ મિત્ર માની પ્રેમ પણ એટલો જ કરે છે. જેની પાછળ કારણભૂત બાબત પણ અચરજ ભરી છે. 

Leopard attacked two years old boy and killed in savarkundla amreli JM–  News18 Gujarati

સ્થાનિકોના વાત માનીએ તો આ ગામો માં છેલ્લા પાંચ વર્ષથી દીપડાઓ બે રોકટોક ફરે છે. ખેતરે જતા લોકોની નજરે પણ ચઢતા દીપડાએ અત્યાર સુધી ગામમાં કોઇપણ પ્રકારનું નુકસાન પહોંચાડયું નથી. બલ્કે ગામ માટે રક્ષક બનેલા દીપડાની હાજરી ગ્રામજનો માટે કારગત નિવડી છે. આસરમા, લીંબાડા, શેઠી,વેલાછા ગામનાં લોકો છેલ્લા કેટલાક સમયથી ભૂંડનો અસહ્ય ત્રાસનો સામનો કરી રહ્યા હતા. ખેતરોમાં શેરડી તેમજ અન્ય પાકોનું મોટા પ્રમાણમાં નુકસાન કરતા ભૂંડથી ત્રાહિમામ પોકારી ગયા હતા. એવા સંજોગોમાં જ્યારથી ગામની સીમમાં દીપડાએ વસવાટ કર્યો છે. ત્યારથી ભૂંડ તેમજ અન્ય નાના પ્રાણીઓથી થતું એક મોટું આર્થિક નુકસાન ખેતરોમાં અટકી ગયું છે. 

a woman threw the leopard in a khergam village in navsari district– News18  Gujarati
લોકો માં પણ હવે જાગૃતિ આવી હોય તેમ  પહેલા લોકો દીપડો દેખાય તો પાંજરું મુકવા દોડધામ કરતા જ્યારે હવે પદ્ધતિ બદલી અસરકારક પરિણામ માટે લોકો નાઈટ વિઝન ના ટ્રેપ કેમેરા ગોઠવી દીપડા ની ગતિવિધિ પર નજર રાખતા થયાં છે. ઇન્ફ્રારેટેડ કેમેરાઓ ગોઠવતા જેમાં બિનધાસ્તપણે વેલાછા ગામની સીમમાં દીપડો લટાર મારતો કેમેરામાં કેદ થયો હતો. 
દીપડાઓ દેખા દેવાની અને દીપડા પ્રભાવિત ગામો ની વાત કરી એ તો ગામની સીમમાં ત્રણથી ચાર દીપડાઓ બેરોકટોક ફરતા હોવા છતા જાન માલને કોઇ પણ જાતનું નુકશાન ન કરતા હોવાનું ગસ્થાનિકો જણાવી રહ્યા છે. માંગરોલ તાલુકાનાં આ ગામોમાં છેલ્લા કેટલાક સમયથી ત્રણથી ચાર જેટલા દીપડાનાં વસવાટથી ગામનાં ખેતરોમાં ભુંડના ઉપદ્રવ સામે રક્ષણ મેળવી ખેતરોમાં નુકશાન બંધ થયુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવી મોબાઇલ એપ્લિકેશન.