Not Set/ કચ્છ/ 450હેકટરમાં 7525 કરોડનાં ખર્ચે આકાર લેશે લખપતમાં સિમેન્ટ પ્રોજેકટ, અદાણી જૂથને મળી મંજૂરી…

“ક્ચ્છડો બારે માસ” આમ તો આ લોકવાયકા કચ્છીઓનાં ખંધ અને કોઠા સુજને કારણે પડી છે, પરંતુ જો વિકાસની વાત કરવામાં આવે તો પણ કચ્છડો બારે માસ જ કહી શકાય. કુદરતે આપેલી પારાવાર સંપત્તિ કચ્છ માટે આશિર્વાદ છે. અને બસ આવા જ કારણે કચ્છને ફરી એક મસમોટો પ્રોજેક્ટ સાંપડ્યો છે.  જી હા, કચ્છ માટે સારા સમાચાર […]

Gujarat Others
f28c5556b9d838a7bdd9fe85e812fa78 કચ્છ/ 450હેકટરમાં 7525 કરોડનાં ખર્ચે આકાર લેશે લખપતમાં સિમેન્ટ પ્રોજેકટ, અદાણી જૂથને મળી મંજૂરી...

“ક્ચ્છડો બારે માસ” આમ તો આ લોકવાયકા કચ્છીઓનાં ખંધ અને કોઠા સુજને કારણે પડી છે, પરંતુ જો વિકાસની વાત કરવામાં આવે તો પણ કચ્છડો બારે માસ જ કહી શકાય. કુદરતે આપેલી પારાવાર સંપત્તિ કચ્છ માટે આશિર્વાદ છે. અને બસ આવા જ કારણે કચ્છને ફરી એક મસમોટો પ્રોજેક્ટ સાંપડ્યો છે. 

જી હા, કચ્છ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છનાં લખપતમાં સિમેન્ટ પ્રોજેકટને મંજૂરી આપી દેવામાં આવી છે. લખપતમાં સિમેન્ટ પ્રોજેકટ સ્થાપવા માટે દેશનાં મોટા બિઝનેશ હાઉસીઝમાંથી એક એવા ગુજરાતી મૂળનાં બિઝનેશ ગ્રૃપ અદાણી જૂથના આ પ્રોજેકટ માટે મંજૂરી મળી છે. 

આપને જણાવી દઇએ કે, પર્યાવરણ મંત્રાલયે કચ્છનાં લખપતમાં સિમેન્ટ પ્રોજેકટને મંજૂરી આપતા,  450 જમીન હેકટરમાં જમીનમાં 7525 કરોડનો આ પ્રોજેકટ આકાર લેશે અને કચ્છ તેમજ રાજ્ય સહિત દેશને અનેક રીતે લાભદાયી સાબિત થશે. આ પ્રોજેક્ટને મંજૂરી મળતાં સ્થાનિકોને રોજગારીની આશ જાગી છે, તો વેપારીઓ પોતાનાં ઉજળા વ્યાપારી ભવિષ્યને જોઇ રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews