Not Set/ પાટણ એ ડિવિઝનના PI આઈ જે બી અસોડિયાને કરાયા સસ્પેન્ડ

પાટણ: પાટણ ‘એ’ ડિવિઝન પોલીસ મથકના PI જે. બી. અસોડિયાની બદલી કરાયા છતાં બદલી સ્થળે હાજર થયા ન હતા. આ દરમિયાન ગાંધીનગર વિજિલન્સે રેડ પાડી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ રેડ બાદ પાટણ A ડિવિઝન પોલીસ મથકના PI ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગર ગૃહ વિભાગ દ્વારા પાટણ શહેરના […]

Top Stories Gujarat Others Trending
Patan ‘A’ division PI J. B. Asodia suspend

પાટણ: પાટણ ‘એ’ ડિવિઝન પોલીસ મથકના PI જે. બી. અસોડિયાની બદલી કરાયા છતાં બદલી સ્થળે હાજર થયા ન હતા. આ દરમિયાન ગાંધીનગર વિજિલન્સે રેડ પાડી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ રેડ બાદ પાટણ A ડિવિઝન પોલીસ મથકના PI ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Patan ‘A’ division PI J. B. Asodia suspend
mantavyanews.com

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગર ગૃહ વિભાગ દ્વારા પાટણ શહેરના ‘એ’ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર (PI) જે. બી.અસોડિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીઆઈ અસોડિયાને સસ્પેન્ડ કરવા પાછળનું કારણ એવું છે કે, ગાંધીનગર ગૃહ વિભાગ દ્વારા જાહેર હિતમાં તેમની બદલી કરવામાં આવી હતી. આમ છતાં તેઓ બદલી પામેલ સ્થાને હાજર થયા ન હતા.

આ દરમિયાનમાં શનિવારે ગાંધીનગર વિજિલન્સની સ્કવોડ દ્વારા પાટણ ‘એ’ ડિવિઝન પોલીસ મથક વિસ્તાર હેઠળ આવેલા ખાલકપુરા વિસ્તારના રાધનપુરી વાસમાં વિદેશી દારૂ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં ગાંધીનગરની વિજિલન્સ સ્કવોડ દ્વારા રૂપિયા 54 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.

Patan ‘A’ division PI J. B. Asodia suspend
mantavyanews.com

અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ જાહેર હિતમાં બદલી થવા છતાં પોતાનો ચાર્જ ના છોડ્યો હતો. જો કે આ દરમિયાનમાં વિજિલન્સ સ્કવોડ દ્વારા પાડવામાં આવેલી રેડમાં વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો. જેના સંદર્ભે ગાંધીનગર ગૃહ વિભાગ દ્વારા પીઆઈ જે. બી. અસોડિયાને સસ્પેન્ડ કડી દેવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જો પીઆઈ જે. બી. અસોડિયાએ પોતાની બદલી થયા બાદ પોતાનો ચાર્જ છોડી દીધો હોત તો તેઓ સસ્પેન્ડ થવામાંથી બચી ગયા હોત, એવું પાટણ પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.