Not Set/ પાકિસ્તાન: આ એરલાઈને કહ્યું, છ મહિનામાં વજન ઘટાડો નહી તો નોકરીમાંથી નીકળો

પાકિસ્તાનની દિગ્ગ્જ એરલાઈન કંપની પીઆઈએ એ  કેબીનના  ક્રુ માટે એક નવો નિયમ બહાર બહાર પાડ્યો છે. નિયમ પ્રમાણે દરેક મેમ્બરને છ મહિનામાં વજન ઓછુ કરવાનું ફરમાન આપવામાં આવ્યું છે. જો તે લોકો છ મહિનામાં વજન નહી ઉતારે તો તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે.સુત્રોના જણાવ્યા પ્રમાણે આ એરલાઈન દ્વારા દરેક કર્મચારીને વેઇટ ચાર્ટ પણ આપવામાં આવ્યું […]

Top Stories World Trending
ppppp પાકિસ્તાન: આ એરલાઈને કહ્યું, છ મહિનામાં વજન ઘટાડો નહી તો નોકરીમાંથી નીકળો

પાકિસ્તાનની દિગ્ગ્જ એરલાઈન કંપની પીઆઈએ એ  કેબીનના  ક્રુ માટે એક નવો નિયમ બહાર બહાર પાડ્યો છે.

નિયમ પ્રમાણે દરેક મેમ્બરને છ મહિનામાં વજન ઓછુ કરવાનું ફરમાન આપવામાં આવ્યું છે. જો તે લોકો છ મહિનામાં વજન નહી ઉતારે તો તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે.સુત્રોના જણાવ્યા પ્રમાણે આ એરલાઈન દ્વારા દરેક કર્મચારીને વેઇટ ચાર્ટ પણ આપવામાં આવ્યું છે.

કંપનીના મુખ્ય અધિકારી આમિર બશીરે ૧ જાન્યુઆરીના રોજ આ આદેશ જાહેર કર્યો છે જેમાં આવનારા એક મહિનાની અંદર ઓછામાં ઓછુ ૫ પાઉન્ડ એટલે કે ૨.૨૬ કિલો વજન ઉતારવાનું કહ્યું છે.આશરે ૧૮૦૦ મેમ્બરને આમ કરવા માટે કહેવામાં આવ્યું છે.

આમિર બશીરે કહ્યું હતું જે આશરે ૧૦૦ ક્રુ મેમ્બરને નોકરી બચાવવા માટે ૧ જુલાઈ સુધી વજન ઓછું કરવાનું રહેશે. વધુમાં તેમણે કહ્યું કે તેમને વારંવાર સ્થૂળ લોકોની ફરિયાદ મળી રહી છે જેને લઈને આવો નિયમ જાહેર જાહેર કર્યો છે.