Tamil Nadu/ ઘણા દિવસોથી ગુમ કોંગ્રેસના નેતાની અડધી બળેલી લાશ મળી, હત્યાની આશંકા

તમિલનાડુના તિરુનેલવેલીમાં છેલ્લા કેટલાક દિવસોથી ગુમ થયેલા કોંગ્રેસના નેતાનો અડધો બળી ગયેલો મૃતદેહ શનિવારે મળી આવ્યો હતો. માહિતી આપતા પોલીસે જણાવ્યું કે કેપીકે જયકુમાર ધનસિંહની અડધી બળેલી લાશ તેના જ ખેતરમાંથી મળી આવી હતી.

Top Stories India
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 43 ઘણા દિવસોથી ગુમ કોંગ્રેસના નેતાની અડધી બળેલી લાશ મળી, હત્યાની આશંકા

તમિલનાડુના તિરુનેલવેલીમાં છેલ્લા કેટલાક દિવસોથી ગુમ થયેલા કોંગ્રેસના નેતાનો અડધો બળી ગયેલો મૃતદેહ શનિવારે મળી આવ્યો હતો. માહિતી આપતા પોલીસે જણાવ્યું કે કેપીકે જયકુમાર ધનસિંહની અડધી બળેલી લાશ તેના જ ખેતરમાંથી મળી આવી હતી. તાજેતરમાં મૃતક ધન સિંહે દાવો કર્યો હતો કે તેમના જીવને જોખમ છે. ધનસિંહના પુત્રએ અગાઉ તેના પિતાના ગુમ થવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ધનસિંહ કોંગ્રેસના ભૂતપૂર્વ તિરુનેલવેલી એકમના વડા હતા. પોલીસે જણાવ્યું કે આ કેસને ઉકેલવા માટે ત્રણ વિશેષ ટીમો બનાવવામાં આવી છે. તમિલનાડુ કોંગ્રેસ કમિટી (TNCC)ના વડા કે. સેલ્વાપેરુન્થાગાઈએ તેમના પક્ષના સાથીદારના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમના યોગદાનને યાદ કર્યું. વિપક્ષે આ મુદ્દે શાસક દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) અને રાજ્ય પોલીસ પર આકરા પ્રહારો કર્યા હતા.

વિપક્ષી નેતાએ શોક વ્યક્ત કર્યો

અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)ના મહાસચિવ અને વિપક્ષી નેતા ઈડાપ્પડી કે પલાનીસ્વામીએ KPK જયકુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમના પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પરની એક પોસ્ટમાં, તેમને  આરોપ લગાવ્યો કે રાષ્ટ્રીય પાર્ટીના નેતા સાથેની ઘટના તમિલનાડુમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દર્શાવે છે.

“ફરિયાદ પર કોઈ પગલાં લેવાયા નથી”

તેમણે આ ઘટનાને અંજામ આપનાર શખ્સોની ધરપકડ કરી તેમની સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે અન્નામલાઈએ દાવો કર્યો હતો કે ધનસિંહે અગાઉ જિલ્લા પોલીસને પત્ર લખીને દાવો કર્યો હતો કે તેમના જીવને ખતરો છે અને કેટલાક લોકોના નામ પણ લીધા છે. તેણે આક્ષેપ કર્યો હતો કે પોલીસે ફરિયાદ પર કાર્યવાહી કરી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પક્ષે ભંડોળ ન આપતા ઓડિશામાં કોંગ્રેસી ઉમેદવારે ટિકિટ પરત કરી

આ પણ વાંચો: મોર્નિંગ વૉક પર નીકળતાં શ્વાસ લેવામાં પડી તકલીફ, ઝેરી ગૅસ છે કારણ?

આ પણ વાંચો:ઉત્તરાખંડમાં જંગલની આગ બેકાબૂ,આજે મુખ્યમંત્રી સમીક્ષા બેઠક કરશે