Not Set/ ગેસનાં ભાવ વધાતા ભારતીય મહિલા કોંગ્રેસ મેદાનમાં, દેશભરમાં આવતિકાલે વિરોધ પ્રદર્શન

એક તરફ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સંસદમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણનાં માધ્યમથી નિવેદન આપવામાં આવે છે કે, દેશમાં FDI અને GDP વર્ષ 2014-15 કરતા આટલો સારો છે. અને તે જ દિવસે મોડી સાંજે સરકાર દ્વારા ફુગાવો દેશમાં ઉચ્ચ સ્તર પર હોવાનુ સાબિત કરવા જેવુ પગલુ જાહેર કરી બિન-સબસિડીવાળા ગેસ સીલિન્ડરના ભાવ વધારા જીંકી દેવામાં આવ્યો […]

Top Stories India
woman congress ગેસનાં ભાવ વધાતા ભારતીય મહિલા કોંગ્રેસ મેદાનમાં, દેશભરમાં આવતિકાલે વિરોધ પ્રદર્શન

એક તરફ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સંસદમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણનાં માધ્યમથી નિવેદન આપવામાં આવે છે કે, દેશમાં FDI અને GDP વર્ષ 2014-15 કરતા આટલો સારો છે. અને તે જ દિવસે મોડી સાંજે સરકાર દ્વારા ફુગાવો દેશમાં ઉચ્ચ સ્તર પર હોવાનુ સાબિત કરવા જેવુ પગલુ જાહેર કરી બિન-સબસિડીવાળા ગેસ સીલિન્ડરના ભાવ વધારા જીંકી દેવામાં આવ્યો છે. ત્યારે બિન-સબસિડીવાળા ગેસ સીલિન્ડરના ભાવ વધારાને લઈને આવતીકાલે આખિલ ભારતીય મહિલા કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

ફરી સરકારની મુશ્કેલીઓમાં વધારો કરતી આ જાહેરાતથી હવે દેશભરમાં મહિલાઓ પણ રોડ પર પ્રદર્શનો કરતી જોવામાં આવશે તેવી સ્થિતિ સર્જાઇ છે. સરકારને અર્થતંત્રની ગાડી પાટે ચડાવવામાં ખુબ મથામણ કરવી પડી રહી હોય અને હાલ તો એક સાંધતા તેર ટુટવા જેવો ક્યાસ સર્જાઇ રહ્યો હોય તેવું જોવામાં આવી રહ્યું છે

આપને જણાવી દઇએ કે, ઇન્ડિયન ઓઇલે બિન સબસિડીવાળા ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આઇઓસી દ્વારા જારી કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દેશની રાજધાનીમાં 14 કિલો સિલિન્ડરની કિંમત 144.50 રૂપિયાથી વધારીને તે 858.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતા અને મુંબઇમાં સિલિન્ડરની કિંમત અનુક્રમે રૂ.149 અને 145 રૂપિયા મોંઘુ થઈ ગયુ છે.

કોલકાતા અને મુંબઇમાં સિલિન્ડર અનુક્રમે 896 અને 829.50 રૂપિયામાં મળશે. ચેન્નાઇમાં, સિલિન્ડરની કિંમતમાં રૂ.147 નો વધારો કરવામાં આવ્યો છે અને એક સિલિન્ડર અહીં રૂ.881 નાં ભાવે મળશે. બજેટથી વાણિજ્યિક ગેસ સિલિંડરોની કિંમતમાં રેકોર્ડ રૂ. 224.98 નો વધારો કરવામાં આવ્યો હતો. ટ્રેડર્સને કોમર્શિયલ સિલિન્ડર માટે 1550.02 રૂપિયા ચૂકવવા પડે રહ્યા છે. જોકે, તે સમયે ઘરેલું ગેસ સિલિન્ડર માટે રાહત આપવામાં આવી હતી. ઘરેલું ગેસ સિલિન્ડરો (14.2 કિગ્રા) નાં બજાર દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સામાન્ય લોકોને 14.2 કિલો સિલિન્ડર ફક્ત 749 રૂપિયાનાં ભાવે મળતું હતું.

Gas Cylinder ગેસનાં ભાવ વધાતા ભારતીય મહિલા કોંગ્રેસ મેદાનમાં, દેશભરમાં આવતિકાલે વિરોધ પ્રદર્શન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.