Not Set/ ૨૭૨ કંપનીઓને ઈપીએફઓની નોટિસ

કર્મચારીઓના પી.એફના પૈસા જમા ન કરાવનાર ૨૭૨ કંપનીઓને ઈપીએફઓ દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. નોટીસમાં આ કંપનીઓને કર્મચારીઓના હકના પૈસા બને તેટલી ઝડપી જમા કરાવવા તાકીદ કરાઈ છે. આ ૨૪૭ કંપનીઓ પર ૧૯ કરોડ ૪૮ લાખ ૯૭ હજાર રુપિયા બાકી છે. આ કંપનીઓને એપ્રિલ ૨૦૧૮થી જુન ૨૦૧૮ સુધીના પીએફના નાણાં જમા કરાવવા આદેશ આપ્યો છે. […]

Top Stories Business
EPFO ૨૭૨ કંપનીઓને ઈપીએફઓની નોટિસ

કર્મચારીઓના પી.એફના પૈસા જમા ન કરાવનાર ૨૭૨ કંપનીઓને ઈપીએફઓ દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. નોટીસમાં આ કંપનીઓને કર્મચારીઓના હકના પૈસા બને તેટલી ઝડપી જમા કરાવવા તાકીદ કરાઈ છે. આ ૨૪૭ કંપનીઓ પર ૧૯ કરોડ ૪૮ લાખ ૯૭ હજાર રુપિયા બાકી છે. આ કંપનીઓને એપ્રિલ ૨૦૧૮થી જુન ૨૦૧૮ સુધીના પીએફના નાણાં જમા કરાવવા આદેશ આપ્યો છે. જો આ નાણાં ૩૧ જુલાઈ સુધી જમા નહીં કરાવાય તો સંબંધિત કંપનીના માલિક, ભાગીદાર અને ડાયરેક્ટરની સ્થાવર અને જંગમ સંપત્તિ જપ્ત કરીને તેની ભરપાઈ કરવામાં આવશે.

ઈપીએફઓના કમિશનર રાજુએ જણાવ્યુ હતું કે, છેલ્લે એક કંપની પર ૨૦૦૬થી ૨૦૧૬ સુધી કર્મચારીઓના પીએફના ૨૩ લાખ રુપિયા જમા કરાવાયા નહતા. જેના કારણે કંપનીના માલિક બલજીતસિંહની ધરપકડ કરાઈ છે. તેમજ કંપનીને ફરીથી પીએફના નાણાં જમા કરાવવા નોટિસ અપાઈ છે. આ ઉપરાંત અન્ય ૨૭૧ કંપનીઓને પણ નોટિસ પાઠવવામાં આવી છે. આ કંપનીઓના એપ્રિલથી જુન ૨૦૧૮ દરમિયાનના નાણાં જમા કરાવવાના બાકી છે.

નોટિસ બાદ અત્યાર સુધી ૩ કરોડ ૬૨ લાખ ૫૨ હજારની રીકવરી કરાઈ છે. આ ઉપરાંત ૨ કરોડ ૧૬ લાખ રુપિયાના કેસ કોર્ટમાં પડતર છે. તેમણે જણાવ્યુ હતું કે, સમયસર પીએફ જમા ન કરાવતી કંપનીઓની સંપત્તિ જપ્ત કરીને પૈસાની ભરપાઈ કરવામાં આવશે. આ ઉપરાંત કંપનીના માલિક અને ડાયરેક્ટર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.