Not Set/ હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશની ત્રિપુટી પહોંચી ગાંધીનગર DSP ઓફિસ

ગાંધીનગર DSP ઓફિસ સામે શુક્રવારે હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશની ત્રિપુટીએ જનતા રેડ કરીને દારૂ પકડ્યો હોવાનો દાવો કર્યો હતો. જે અંગે આજે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે અંગે આ ત્રિપુટી આજે સાંજે ગાંધીનગર ડિએસપી ઓફિસ પોતાની ધરપકડ વહોરવા માટે મોટી સંખ્યામાં સમર્થકોની સાથે પહોંચ્યા હતા. જેમાં આ ત્રિપુટીને જિલ્લા પોલીસ વડાની ઓફિસમાં પ્રવેશ […]

Top Stories Gujarat Trending Politics
hardik, alpesh and jignesh arrived at Gandhinagar DSP office

ગાંધીનગર DSP ઓફિસ સામે શુક્રવારે હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશની ત્રિપુટીએ જનતા રેડ કરીને દારૂ પકડ્યો હોવાનો દાવો કર્યો હતો. જે અંગે આજે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે અંગે આ ત્રિપુટી આજે સાંજે ગાંધીનગર ડિએસપી ઓફિસ પોતાની ધરપકડ વહોરવા માટે મોટી સંખ્યામાં સમર્થકોની સાથે પહોંચ્યા હતા. જેમાં આ ત્રિપુટીને જિલ્લા પોલીસ વડાની ઓફિસમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જયારે તેમના સમર્થકોને બહાર રાખવામાં આવ્યા હતા.

ગાંધીનગર ખાતે DSP ઓફિસની સામેના વિસ્તારમાં રહેલી મહિલાના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને જનતા રેડ કરવા અંગે ત્રણ યુવા નેતાઓ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ત્રણે યુવા નેતાની ત્રિપુટી સામે ચાલીને પોતાની ધરપકડ વ્હોરવા DSP કચેરીએ પહોંચી છે.

જ્યાં ત્રણેયે પોતાની પ્રતિક્રિયા આપતા આ ત્રિપુટીએ ‘ઇન્ક્લાબ ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. આ ત્રણેય નેતાઓની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ઉમટી પડ્યા છે. બીજી બાજુ અહીં કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશને જ પોલીસ અધિક્ષકની કચેરીમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. જયારે બાકી બધા સમર્થકોને ગેટ બહાર રાખવામાં આવ્યા છે.

ખોટી રીતે દાદાગીરી કરી ધમકાવાય છે તેનો વિરોધ છેઃ હાર્દિક પટેલ

આ મામલે હાર્દિક પટેલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ખોટી રીતે દાદાગીરી કરીને ધમકાવવામાં આવે છે એની સામે અમારી લડાઈ છે. ગાંધીનગરના ડીએસપીની સાખ બચાવવા માટે આ બધું ચાલી રહ્યું છે. જેટલા પ્રમાણમાં દારૂ પકડાયો હોય એ પ્રમાણે કાર્યવાહી કરો નહીં કે, દારૂ પકડનાર ઉપર કાર્યવાહી કરવી જોઈએ. ગુજરાતમાં દારૂનો જે વેપાર ચાલી રહ્યો છે, તેની સામે અમારો વિરોધ છે.

અમે ગુનેગાર છીએ તો કરો ધરપકડ, નહીં તો બુટલેગર સામે કાર્યવાહી કરોઃ અલ્પેશ ઠાકોર

આ દરમિયાનમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, આ ઘટનાનું ઓન કેમેરા પંચનામું કર્યું છે અને અમે કોમેન્ટ પણ કરી હતી કે, આને પાણીમાં ન ખપાવી દેતા. પરંતુ પાણીની વાત છોડો અમને જ બુટલેગર બનાવી દીધા. ગુજરાતની સરકારને દારૂ બંધીમાં રસ જ નથી. જેલમાં પુરવા હોય તો પુરો, અમે રોકાવાના નથી.

તેણે વધુમાં જણાવ્યું હતું કે, અમે આ જનતા રેડ ચાલું જ રાખીશું. હું રાધનપુરથી નીકળીને ગાંધીનગર જઇ ત્યારે રસ્તામાં રેડ પાડતો પાડતો આવી. દમ સાથે નીકળીશ. જેલમાં પુરવો હોય તો પુરી દો પરંતુ અમે નહીં રોકાઈએ. બીજી તરફ મહિલાએ કરેલા દારૂ પ્લાનના આરોપોને પણ અલ્પેશ ઠાકોરે નકારી કાઢ્યો હતો.