Suicide/ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવ શો નાં લેખકે કરી આત્મહત્યા

મનોરંજનની દુનિયા માટે વર્ષ 2020 ખૂબ ખરાબ રહ્યું છે. આ વર્ષમાં, ઉદ્યોગ સાથે સંકળાયેલા ઘણા કલાકારો અને હસ્તીઓએ વિશ્વને અલવિદા કહ્યું છે. ઇરફાન, ખાન, ઋષિ કપૂર, સરોજ ખાન, સુશાંત સિંહ રાજપૂત એવા સેલેબ્સ હતા જે આ વર્ષે મોતને ભેટ્યા છે. આ દરમિયાન ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નાં સેટ પરથી એક દુખદ સમાચાર સામે આવ્યા […]

Top Stories Entertainment
corona 50 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવ શો નાં લેખકે કરી આત્મહત્યા

મનોરંજનની દુનિયા માટે વર્ષ 2020 ખૂબ ખરાબ રહ્યું છે. આ વર્ષમાં, ઉદ્યોગ સાથે સંકળાયેલા ઘણા કલાકારો અને હસ્તીઓએ વિશ્વને અલવિદા કહ્યું છે. ઇરફાન, ખાન, ઋષિ કપૂર, સરોજ ખાન, સુશાંત સિંહ રાજપૂત એવા સેલેબ્સ હતા જે આ વર્ષે મોતને ભેટ્યા છે. આ દરમિયાન ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નાં સેટ પરથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. જે ચાહકો માટે ઘણું આઘાતજનક છે. ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં લેખકોમાંના એક અભિષેક મકવાણીએ આત્મહત્યા કરી લીધી છે.

પોલીસે કહ્યું કે, લેખકે તેની સ્યુસાઇડ નોટમાં ‘આર્થિક મુશ્કેલીઓ’ નો ઉલ્લેખ કર્યો છે. બીજી તરફ અભિષેકનાં પરિવારે હવે આરોપ લગાવ્યો છે કે મૃતક બ્લેકમેલ અને સાયબર ફ્રોડનો શિકાર હતો. દેખીતી રીતે જ, અભિષેકનાં મૃત્યુ પછી પરિવારને છેતરપિંડી કરનારાઓનો કોલ આવી રહ્યો છે. પરિવારજનોથી પૈસા પરત કરવાની માંગ કરવામાં આવી રહી છે, કારણ કે, પરિવારને દેવા માટે ગેરેન્ટર બનાવવામાં આવ્યા હતા. અભિષેકે પોતાની સ્યુસાઇડ નોટમાં આત્મહત્યા કરવાના આર્થિક કારણો ટાંક્યા હતા. પરંતુ હવે તેનો પરિવાર કહે છે, અભિષેક બ્લેકમેલ અને સાયબર ફ્રોડનો શિકાર હતો. પરિવારનું કહેવું છે કે, અભિષેકનાં મોત બાદ તેને ફ્રોડ લોકોનો ફોન આવી રહ્યો છે. પરિવારે કહ્યું, ‘તેઓ ફોન કરી પૈસા માંગે છે. તેમનું કહેવું છે કે, અભિષેકે લોન લેતા સમયે પોતાના પરિવારને ગેરેન્ટર બનાવ્યા હતા.

અભિષેક મકવાણા 27 નવેમ્બરનાં રોજ તેના કાંદિવલી મકાનમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા, ત્યારબાદ ચાર્કોપ પોલીસે આ કેસમાં એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો હતો. આ કેસમાં કૌટુંબિક નિવેદન નોંધવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર અભિષેકનાં ભાઈ જેનિસે ખુલાસો કર્યો છે કે અભિષેકનાં ઇમેઇલ્સ પરથી ફાઇનાન્સિયલ ફ્રોડની વાત સામે આવી છે. આ સિવાય પોલીસનાં જણાવ્યા મુજબ અભિષેકની સ્યુસાઇડ નોટમાં પણ ફાઇનાન્સિયલ ફ્રોડની વાત કરવામાં આવી રહી છે, જેનો તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી સામનો કરી રહ્યા હતા પરંતુ તેણે આ વિશે વધુ લખ્યું નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો