Not Set/ તિન તલાક ફેઇમ ‘ઇશરત જહાં’ હનુમાન ચાલીસાનાં પાઠમાં હાજર રહેતા મુકાઇ આવી મુશ્કેલીમાં

ભાજપના નેતા ઇશરત જહાંએ હનુમાન ચાલીસાનાં પાઠમાં ભાગ લેતા તેના મકાન માલીક દ્વારા ઇશરતને ભાળાનું ઘર ખાલી કરવાનું ફરમાન કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળનાં ભાજપના નેતા ઇશરત જહાં હનુમાન ચાલીસાનાં પાઠમાં હાજરી આપી ભાગ લેવાનાં કારણે ભારે વિરોધનો સામનો કરી રહ્યા છે. તેના મકાન-માલિકે ઘર છોડવાનું કહેતા ઇશરતએ આ મામલે પોલીસની મદદ માંગી છે. પશ્ચિમ બંગાળના […]

Top Stories India
Triple talaq Ishrat Jahan 4 તિન તલાક ફેઇમ 'ઇશરત જહાં' હનુમાન ચાલીસાનાં પાઠમાં હાજર રહેતા મુકાઇ આવી મુશ્કેલીમાં

ભાજપના નેતા ઇશરત જહાંએ હનુમાન ચાલીસાનાં પાઠમાં ભાગ લેતા તેના મકાન માલીક દ્વારા ઇશરતને ભાળાનું ઘર ખાલી કરવાનું ફરમાન કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળનાં ભાજપના નેતા ઇશરત જહાં હનુમાન ચાલીસાનાં પાઠમાં હાજરી આપી ભાગ લેવાનાં કારણે ભારે વિરોધનો સામનો કરી રહ્યા છે. તેના મકાન-માલિકે ઘર છોડવાનું કહેતા ઇશરતએ આ મામલે પોલીસની મદદ માંગી છે.

પશ્ચિમ બંગાળના ભાજપના નેતા ઇશરત જહાંએ આરોપ મૂક્યો છે કે તેમને હનુમાન ચાલિસાનાં પાઠમાં જોડાયા પછી ઘર ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે. ઇશરતએ પોતાની સલામતીની પણ પોલીસ પાસે માંગ કરી છે. તેને મારી નાખવાની ધમકી મળતી હોવાનું પણ ઇશરત દ્વારા પોલીસને જણાવવામા આવ્યું છે. તેણે કહ્યું કે તે પોતાનાં પુત્ર સાથે એકલા રહે છે અને તેની સાથે કાઈ પણ થઇ શકે છે તેના જીવન પર ખતરો છે.

ભાજપ મુસ્લિમ મહિલા નેતાને મારી નાખવાની ધમકી

ઇશરતએ કહ્યું કે તે હાવરાના એક ઘરમાં રહે છે, પરંતુ હિન્દુ ધાર્મિક કાર્યક્રમમાં તેની સામેલગીરીને લીધે, તેના મકાન-માલિકે તેને ઘર ખાલી કરવા કહ્યું છે, જો આમ નહીં કરે તો તેને બળજબરીથી કાઢી મૂકવામાં આવશે. ઇશરત આ  મામલે સ્પષ્ટા કરતા કહ્યું છે કે, “મને નથી લાગતું કે મેં કોઈ ધાર્મિક કાર્યક્રમમાં જોડાવાથી ખોટું કર્યું છે. હું કંઇક ખોટું કરવા ત્યાં નહોતી હાજર રહી, લોકો ત્યાં મંદિરમાં ભણાતા હતા, હું તેમની સાથે જોડાવા ગઇ હતી. ‘ ભાજપના નેતા ઇશરત જહાં

આપને જણાવી દઇએ કે ઇશરત,  ત્રીપલ તલાકની વિરૂધ અરજી કરનારમાંથી એક છે, ઇશરતનાં જણાવ્યા પ્રમાણે તે તિન તલાક કેસની અરજદાર હોવાથી અને તેને સુપ્રિમ કોર્ટમાં કેસ દાખલ કર્યો હોવાથી તે, કટ્ટરવાદીઓના લક્ષ્ય પર છે. વધુમાં જાણાવીએ તો  ઇશરત ગયા વર્ષે ભાજપમાં જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.