અવસાન/ બાલિકા વધુની દાદી સા સુરેખા સીકરીનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન

ત્રણવાર નેશનલ અવોર્ડ વિજેતા રહી ચૂકેલા સુરેખા સિક્રીનું આજે વહેલી સવારે કાર્ડિયાક અરેસ્ટ (હૃદયરોગના હુમલા)ના કારણે 75 વર્ષની વયે અવસાન થયું છે.

Top Stories Entertainment
A 259 બાલિકા વધુની દાદી સા સુરેખા સીકરીનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી સુરેખા સિકરીનું મુંબઈમાં નિધન થયું છે. અભિનેત્રી લાંબા સમયથી બીમાર હતા. 2020 માં સુરેખા બ્રેઇન સ્ટ્રોકનો શિકાર બન્યા હતા. અહેવાલો અનુસાર, અભિનેત્રીનું આજે સવારે હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. બીજા બ્રેઇન સ્ટ્રોકને કારણે તેઓ મુશ્કેલીઓ સામે લડી રહ્યા હતા.  તેમના પરિવારના સભ્યો અને સંભાળ લેનારાઓ તેની સંભાળ લેતા હતા. સુરેખા સીકરીને 2020માં અને 2018માં બે વાર બ્રેન સ્ટ્રોક થયું છે. જેના કારણે તે લકવાગ્રસ્ત થઈ ગઈ હતી. તે શૂટિંગ દરમિયાન જ પડી હતી.

A 260 બાલિકા વધુની દાદી સા સુરેખા સીકરીનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન

સુરેખા સિકરીના મેનેજરે આ વાતની પુષ્ટિ કરતાં મીડિયાને જણાવ્યું કે, “ત્રણવાર નેશનલ અવોર્ડ વિજેતા રહી ચૂકેલા સુરેખા સિકરીનું આજે વહેલી સવારે કાર્ડિયાક અરેસ્ટ (હૃદયરોગના હુમલા)ના કારણે 75 વર્ષની વયે અવસાન થયું છે. બીજા બ્રેન સ્ટ્રોક પછી ઊભા થયેલા કેટલાક કોમ્પ્લિકેશનથી તેઓ પીડાઈ રહ્યા હતા. તેઓ પોતાના પરિવાર અને દેખરેખ કરનારાઓની હાજરીમાં અવસાન પામ્યા છે. પરિવાર આ સમયે પ્રાઈવસીની અપેક્ષા રાખે છે. ઓમ સાંઈ રામ.”

A 261 બાલિકા વધુની દાદી સા સુરેખા સીકરીનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન

આ પણ વાંચો :સેલ્ફીનાં ચક્કરમાં મોડેલ સોફિયાએ ગુમાવ્યો જીવ, જળધોધ પરથી લપસ્યો પગ

સુરેખા સિકરીએ અનેક ફિલ્મો અને સીરિયલોમાં કામ કર્યું હતું. જોકે, સીરિયલ ‘બાલિકા વધૂ’માં ‘દાદીસા’નો રોલ કરીને તેઓ ખૂબ પ્રખ્યાત થયા હતા.

A 262 બાલિકા વધુની દાદી સા સુરેખા સીકરીનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન

આ પણ વાંચો :શુ શૂટિંગ દરમિયાન પ્રિયંકા ચોપડા થઇ ઈજાગ્રસ્ત? આ ફોટો કર્યો શેર 

આપને જણાવી દઈએ કે સુરેખાએ થિયેટર, ફિલ્મ અને ટીવીમાં ઘણું કામ કર્યું છે. તેમણે 1978 ની સાલમાં રાજકીય ડ્રામા ફિલ્મ ‘કિસ્સા કુર્સી કા’થી શરૂઆત કરી હતી. સુરેખાએ આ પછી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. એટલું જ નહીં સુરેખાને 3 વખત સપોર્ટિંગ એક્ટ્રેસ માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો.

A 263 બાલિકા વધુની દાદી સા સુરેખા સીકરીનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન

આ પણ વાંચો :મુંબઈ એરપોર્ટ ઉપર પતિ સાથે જોવા મળી સિંગર નેહા કક્કર

સુરખાએ વર્ષ 1971 માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી ગ્રેજ્યુએશન કર્યું હતું. સુરેખા સીરકીએ વર્ષ 1989 માં સંગીત નાટક એકાદમી એવોર્ડ પણ જીત્યો છે. સુરેખા સીરકીને સૌથી વધુ લોકપ્રિયતા શો બાલિકા વધુમાં પોતાના પાત્ર કલ્યાણી દેવીથી મળી હતી.