Not Set/ “ગિલગિટ-બાલ્ટિસ્તાન ભારતનું અભિન્ન અંગ છે” – સ્થાનિક રહેવાશી, પાકિસ્તાનની છે જ નહીં તે આબરૂનું ઘોવાણ

પાકિસ્તાન પડ્યુ UNHRCમાં ખુલ્લું ગિલગિટ-બાલ્ટિસ્તાનનાં એક્ટિવિસ્ટોએ કર્યા આવા ઘટસ્ફોટ “ગિલગિટ-બાલ્ટિસ્તાન ભારતનું અભિન્ન અંગ છે” – સ્થાનિક રહેવાશી 70 વર્ષથી પાકિસ્તાન દુનિયાને અંઘારામાં રાખી રહ્યું છે પાકિસ્તાન વિશ્વમાં દરેક જગ્યાએ જઇ જઇને કાશ્મીર – કાશ્મીર, માનવ અઘિકાર – માનવ  અધિકાર, મદદ – મદદનાં રોદડા રડ્યા કરતું જોવામાં આવી રહ્યું છે. ત્યારે આજે પાકિસ્તાનને કાશ્મીર મામલે ઉપરા […]

Top Stories
pjimage 7 "ગિલગિટ-બાલ્ટિસ્તાન ભારતનું અભિન્ન અંગ છે" - સ્થાનિક રહેવાશી, પાકિસ્તાનની છે જ નહીં તે આબરૂનું ઘોવાણ
  • પાકિસ્તાન પડ્યુ UNHRCમાં ખુલ્લું
  • ગિલગિટ-બાલ્ટિસ્તાનનાં એક્ટિવિસ્ટોએ કર્યા આવા ઘટસ્ફોટ
  • “ગિલગિટ-બાલ્ટિસ્તાન ભારતનું અભિન્ન અંગ છે” – સ્થાનિક રહેવાશી
  • 70 વર્ષથી પાકિસ્તાન દુનિયાને અંઘારામાં રાખી રહ્યું છે

પાકિસ્તાન વિશ્વમાં દરેક જગ્યાએ જઇ જઇને કાશ્મીર – કાશ્મીર, માનવ અઘિકાર – માનવ  અધિકાર, મદદ – મદદનાં રોદડા રડ્યા કરતું જોવામાં આવી રહ્યું છે. ત્યારે આજે પાકિસ્તાનને કાશ્મીર મામલે ઉપરા છાપરી બે – બે મોટા ઝટકા ખમવાનો વારો આવ્યા છે. આમ તો પાકિસ્તાન માટે આજ નો દિવસ જોવા કરતા ચૂલ્લુ ભર પાણીમાં ડુુબી જવું વધારે યોગ્ય કહેવાય, પણ આ તો જેને શરમ હોય તેને જ લાગુ પડે અને પાકિસ્તાનમાં આ મુજબનું કશું નહી.

ભારત માનવ અધિકારનું ઉલ્લંઘન કરી રહ્યું છે તેવા કાગરોડ સાથે ભારત સામે દુષ્પ્રચાર કરતા પાકિસ્તાનની પોલા ફરી વિશ્વ મંચ પર ખુલ્લી ગઇ છે. પાકિસ્તાનની ખુદની પોલ જ એવી ખુલી કે તેના દ્વારા ગેર કાયદેસર રીતે કબ્જો મેળવાયેલા પ્રદેશનાં લોકો દ્વારા જ UNમાં પાકિસ્તાનનાં અત્યાચારોની વિરુદ્ધ ન ફક્ત આવાજ ઊંચો કરી રહ્યા છે, પરંતુ વિશ્વ સમુદાયની આંખો ખોલવામાં પણ કામ કરી રહ્યા છે. આ તમામ ઘટનાઓ હાલ જિનેવામાં ચાલી રહેલા સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (યૂએનએચઆરસી)નાં 42માં સત્રમાં જોવા મળ્યું હતું.

એક તફર ખુલ UNનાં સેક્રેટરી જનરલ દ્વારા કાશ્મીર ભારતનો આંતરીક મામલો છે તેવું આડકતરી રીતે જાહેર કરી કાશ્મીરમાં હસ્તક્ષેપની પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ના કહી દોવામાં આવી તો. બીજી તરફ UNHRC સત્રમાં સતત બીજા દિવસે કાશ્મીરનો મુદ્દો છવાયેલો રહ્યો.

આ વખતે ગિલગિટ-બાલ્ટિસ્તાનનાં એક્ટિવિસ્ટ સેંગે એચ સેરિંગે આ મુદ્દાને ઉઠાવ્યો. તેમણે સત્રમાં પોતાના ભાષણમાં કહ્યું કે, ગિલગિટ-બાલ્ટિસ્તાન ભારતનું અભિન્ન અંગ છે. સંયુક્ત રાષ્ટ્રનાં લોકોએ તે સમજવાની જરૂર છે કે, પાકિસ્તાન આ મામલે છેલ્લા 70 વર્ષથી મોટું અવરોધ બનેલું છે.

બીજી તરફ સેંગે સેરિંગે મીડિયા સાથેની વાતચીતમાં આર્ટિકલ 370ને લઇને કહ્યું કે, “આર્ટિકલ 370 જમ્મુ-કાશ્મીરમાં કેટલાક લોકો માટે હથિયાર બનેલું છે, જેણે તેમને બીજી જાતિ અને ધર્મ પર વીટોનો અધિકાર લઇ આપી રાખ્યો હતો. જે લોકો આનાથી લાભ મેળવી રહ્યા હતા, તેઓ પાકિસ્તાનની મિલિટરીનાં સમર્થક બની ગયા હતા અને જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની રણનીતિનાં હિતોનો પ્રચાર કરી રહ્યા હતા.”
un1 "ગિલગિટ-બાલ્ટિસ્તાન ભારતનું અભિન્ન અંગ છે" - સ્થાનિક રહેવાશી, પાકિસ્તાનની છે જ નહીં તે આબરૂનું ઘોવાણ

ગિલગિટ-બાલ્ટિસ્તાન સાથે સંબંધ રાખનારા કર્નલ વજાહત હસન (સેવાનિવૃત્ત)એ સત્રમાં કહ્યું કે, “પાકિસ્તાન કહે છે કે આખુ જમ્મુ-કાશ્મીર વિવાદિત ક્ષેત્ર છે અને ત્યાં લોકોને ખુદ નિર્ણય લેવાની આઝાદી હોવી જોઇએ. હું એ જરૂર કહીશ કે પાકિસ્તાન એ દાવો કઇ રીતે કરી શકે છે કે આ વિવાદિત ક્ષેત્ર છે ?” હસને કહ્યું કે, “પાકિસ્તાને ગિલગિટ-બાલ્ટિસ્તાનને લાંબા સમયથી કાશ્મીરનાં અંધારામાં રાખ્યું છે, જેના કારણે લોકો ગિલગિટ-બાલ્ટીસ્તાનનાં મહત્વને નથી જાણતા અને ન જમ્મુ-કાશ્મીર રાજ્ય સાથેની તેની લિંકને.”

un2 "ગિલગિટ-બાલ્ટિસ્તાન ભારતનું અભિન્ન અંગ છે" - સ્થાનિક રહેવાશી, પાકિસ્તાનની છે જ નહીં તે આબરૂનું ઘોવાણ

ઉલ્લેખનીય છે કે કાશ્મીરનો મુદ્દો યૂએનએચઆરસીનાં સત્રની શરૂઆતથી જ છવાયેલો છે. 10 સપ્ટેમ્બરનાં પાકિસ્તાને કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવવાને લઇને ભારત પર માનવ અધિકારનાં હનનનો આરોપ લગાવ્યો હતો. તો ભારતીય પ્રતિનિધિઓએ પાકિસ્તાનને જોરદાર ફટકાર લગાવી હતી અને યૂએનએચઆરસીને જણાવ્યું કે આ ભારતનો આંતરિક મુદ્દો છે. ભારતીય રાજદ્વારીઓએ એ પણ જણાવ્યું કે પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવી રહ્યું છે અને ત્યાંનાં મંત્રીઓ પણ યુવાઓને ઉકસાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.