Not Set/ બોગસ નીકળ્યો દિલ્હી-એનસીઆરમાં પાણીથી લથબથ ફલાયઓવરનો વીડિયો…અહીં જાણો સત્ય

દિલ્હી-એનસીઆરમાં વરસાદના કારણે ઘણા રસ્તાઓ પાણીથી લથબથ થઇ ગયા હતા. લોકોએ વરસાદ સાથે જોડાયેલા કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આમાંનો એક વિડિયો પાણીથી લથબથ ફ્લાયઓવરનો પણ હતો. જેને હિંડન એલિવેટેડ રોડ નો નજારો હોવાનું જણાવાયું હતું. લોકોએ આને યોગી સરકારની નકામી દર્શાવીને ખુબ શેર કર્યું હતું. પરંતુ આ પાછળનું સત્ય કંઈક ઓર જ નીકળ્યું […]

Top Stories India
બોગસ નીકળ્યો દિલ્હી-એનસીઆરમાં પાણીથી લથબથ ફલાયઓવરનો વીડિયો...અહીં જાણો સત્ય

દિલ્હી-એનસીઆરમાં વરસાદના કારણે ઘણા રસ્તાઓ પાણીથી લથબથ થઇ ગયા હતા. લોકોએ વરસાદ સાથે જોડાયેલા કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આમાંનો એક વિડિયો પાણીથી લથબથ ફ્લાયઓવરનો પણ હતો. જેને હિંડન એલિવેટેડ રોડ નો નજારો હોવાનું જણાવાયું હતું. લોકોએ આને યોગી સરકારની નકામી દર્શાવીને ખુબ શેર કર્યું હતું. પરંતુ આ પાછળનું સત્ય કંઈક ઓર જ નીકળ્યું હતું.

27 03 2018 26gpg 18 c 2 e1532686707526 બોગસ નીકળ્યો દિલ્હી-એનસીઆરમાં પાણીથી લથબથ ફલાયઓવરનો વીડિયો...અહીં જાણો સત્ય

હકીકતમાં આ વિડિઓ હિંડન એલિવેટેડ રોડ નો છે જ નહિ. આ વિષે ગાઝિયાબાદ ડેવલપમેન્ટ ઓથોરિટીએ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું કે કેટલીક ન્યુઝ ચેનલ ને સોશિયલ મીડિયા પર પાણીથી ભરેલા ફલાયઓવરનો વિડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને હિંડન એલિવેટેડ રોડ બતાવાઈ રહ્યો છે. પરંતુ આ વીડિયો કોઈ બીજી જગ્યાનો છે. કારણ કે વીડિયોમાં ફલાયઓવર ની દીવાલો પર કાળો અને સફેદ રંગ છે. જયારે હિંડન ફલાયઓવર ની દીવાલો પીળા અને કાળા રંગની છે.

જીડીએ દ્વારા આગળ જણાવાયું કે હિંડન એલિવેટેડ રોડ છ લેનમાં ગાઝીયાબાદના યુપી ગેટથી રાજનગર એક્સ્ટેંશન સુધી બનેલો છે. ફલાયઓવર ના પિલર 30 મીટર ઊંડાણથી  બનેલા છે. તો માટી ખસી જવાથી આના ફાઉન્ડેશનને કોઈ અસર થશે નહિ. ફલાયઓવર સુરક્ષિત છે.

જે ફ્લાયઓવર પર પાણી ભરાયું હતું એ નેશનલ હાઇવે 24 છે. ઇન્દ્રપ્રસ્થ એક્સ્ટેંશન પાસે કાલે ભારે વરસાદના કારણે પાણી ભરાયું હતું.

જણાવી દઈએ કે દેશની સૌથી મોટી એલિવેટેડ સડકોમાંનો એક હિંડન એલિવેટેડ રોડ માર્ચમાં શરુ થયો હતો. આનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યું હતું. 10.30 કિલોમીટર લાંબી આ સડક દિલ્હીથી મેરઠ, મુરાદનગર અને મોદીનગરને જોડે છે. આ એલિવેટેડ રોડ બનાવવામાં 1171 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.