Global Fire Power Report 2024/ ગ્લોબલ ફાયર પાવર રિપોર્ટ 2024: દુનિયાના સૌથી શક્તિશાળી સૈન્યમાં અમેરિકા પ્રથમ સ્થાન પર, ભારત કયા ક્રમ પર છે જાણો

વિશ્વના દેશોમાં શક્તિશાળી સૈન્ય તાકાતને લઈને અહેવાલ બહાર પાડ્યો. જેમાં ટોચના 10 દેશોમાં અમેરિકા દુનિયાના સૌથી શક્તિશાળી સૈન્ય ધરાવનાર દેશમાં પ્રથમ સ્થાન પર છે. અને ભારત ચોથા સ્થાન પર છે.

Top Stories World
Mantay 59 ગ્લોબલ ફાયર પાવર રિપોર્ટ 2024: દુનિયાના સૌથી શક્તિશાળી સૈન્યમાં અમેરિકા પ્રથમ સ્થાન પર, ભારત કયા ક્રમ પર છે જાણો

દુનિયામાં અમેરિકાને વિશ્વની મહાસત્તા માનવામાં આવે છે. કોઈપણ સત્તા વધુ સક્ષમશીલ ત્યારે જ માનવામાં આવે જ્યારે તેમની પાસે પૂરતું સૈન્યદળ હોય. વિશ્વના વિકસિત અને અર્ધવિકસિત દેશોની સૈન્ય શક્તિને લઈને ગ્લોબલ ફાયર પાવર દ્વારા એક રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. ગ્લોબલ ફાયર પાવર વિશ્વની સૈન્ય અને સંરક્ષણ સ્થિતિ પર નજ રાખે છે. ગ્લોબલ ફાયર સંસ્થાએ વિશ્વના દેશોની સૈન્ય તાકાતને લઈને અહેવાલ બહાર પાડ્યો. જેમાં ટોચના 10 દેશોમાં અમેરિકા દુનિયાના સૌથી શક્તિશાળી સૈન્ય ધરાવનાર દેશમાં પ્રથમ સ્થાન પર છે.  પાવર ઇન્ડેક્સની દ્રષ્ટિ તેની લશ્કરી તાકાત 21 27500 છે.

1

ગ્લોબલ ફાયર પાવર સૈનિકોની સંખ્યા, લશ્કરી સાધનો, નાણાકીય સ્થિરતા, ભૌગોલિક સ્થાન અને ઉપલબ્ધ સંસાધનો સહિત 60 થી વધુ પરિમાણો પર દેશોની લશ્કરી સ્થિતિના આધારે રેન્કીંગ આપે છે. તાજેતરમાં સંસ્થાએ ‘ગ્લોબલ ફાયરપાવર મિલિટરી સ્ટ્રેન્થ રેન્કિંગ ફોર 2024’માં 145 દેશોની સૈન્ય તાકાતનું મૂલ્યાંકન કર્યું છે. જેના બાદ વિશ્વના દેશોના સૈન્ય રેન્કિંગ મામલે ગ્લોબલ ફાયર પાવર રિપોર્ટ 2024 અહેવાલ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા પાસે દુનિયાની સૌથી શક્તિશાળી સેના છે. જયારે આ ક્રમમાં રશિયાની સેના બીજા સ્થાને અને ચીનની સેના ત્રીજા સ્થાને છે. સૌથી શક્તિશાળી સેના ધરાવતા દેશોની યાદીમાં ભારત ચોથા સ્થાને છે.  જેનો પાવર ઇન્ડેક્સ 0.1023 છે. ભારત તમામ મોરચે લડવાની ક્ષમતા ધરાવે છે. પાવર ઇન્ડેક્સ પસંદ કરતી વખતે, સેનાની ત્રણ શાખાઓની તાકાતનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.

આ રેન્કિંગ બહાર પાડવા માટે, ગ્લોબલ ફાયર પાવર સૈનિકોની સંખ્યા, લશ્કરી સાધનો, નાણાકીય સ્થિરતા, ભૌગોલિક સ્થાન અને ઉપલબ્ધ સંસાધનો સહિત 60 થી વધુ પરિમાણો પર દેશોની લશ્કરી સ્થિતિને રેન્ક આપે છે. આ તમામ હકીકતોને ધ્યાનમાં રાખીને, તે પાવરઇન્ડેક્સ સ્કોર તૈયાર કરે છે. જેમાં સૌથી ઓછો સ્કોર ધરાવનાર દેશને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે.

army 29 china 4 ગ્લોબલ ફાયર પાવર રિપોર્ટ 2024: દુનિયાના સૌથી શક્તિશાળી સૈન્યમાં અમેરિકા પ્રથમ સ્થાન પર, ભારત કયા ક્રમ પર છે જાણો

145 દેશોની સૈન્ય સ્થિતિ પર પોતાનો રેન્કિંગ રિપોર્ટ જાહેર કરતી વખતે સંગઠને કહ્યું છે કે છેલ્લા એક વર્ષમાં ઘણા દેશોની રેન્કિંગમાં ફેરફાર થયો છે. વિશ્વની 10 સૌથી શક્તિશાળી સેના ધરાવતા દેશોની યાદીમાં પ્રથમ સ્થાન પર અમેરિકા છે. ત્યાર બાદ અનુક્રમે (2) રશિયા, (3) ચીન, (4) ભારત, (5) દક્ષિણ કોરિયા, (6) બ્રિટન, (7) જાપાન, (8) તુર્કી, (9) પાકિસ્તાન અને 10માં સ્થાન પર ઇટાલીની સૈના છે.

આ યાદીમાં એવા દેશો પણ છે જેની સેના સૌથી નબળી છે. એવા ટોચના 10 દેશોના નામ આ મુજબ છે. આ ક્રમમાં ભૂટાન દેશ પ્રથમ સ્થાન પર છે. ત્યારપછી અનુક્રમે મોલ્ડોવા, સુરીનામ, સોમાલિયા, બેનિન, લાઇબેરિયા, બેલીઝ, સિએરા લિયોન, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક અને આઇસલેન્ડ જેવા દેશોની સૈન્ય તાકાત ઓછી છે. જો કે કોઈપણ દેશના સૈન્યની તાકાતનો અંદાજ કાઢવો એ એક જટિલ અને બહુપક્ષીય પ્રક્રિયા છે. ગ્લોબલ ફાયરપાવરનું રેન્કિંગ વિશ્વના દેશોની સૈન્ય શક્તિશાળી વિશે કરેલ પ્રાથમિક મૂલ્યાકંન છે તે અંતિમ મૂલ્યાંકન નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: