રેસ્ક્યૂ/ વડોદરામાં તબીબના બે જુડવા બાળકો રૂમમાં થઇ ગયા લોક અને….

બગીખાના ખાતે રાજદીપ સોસાયટીમાં રહેતા ગાયવાલા પરિવારના મકાનના ઉપરના માળે અઢી વર્ષના બે જોડીયા બાળકો રમતા હતા ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ થઇ જતાં તેઓ ગભરાઇ ગયા હતા અને રોકકળ કરી મૂકી હતી.

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 89 3 વડોદરામાં તબીબના બે જુડવા બાળકો રૂમમાં થઇ ગયા લોક અને....
  • વડોદરામાં માતા-પિતા માટે લાલબતી સમાન ઘટના
  • પોલો ગ્રાઉન્ડ નજીક રાજદીપ સોસાયટીમાં બન્યો બનાવ
  • ડોક્ટરના બે જોડીયા બાળકો મકાનના રૂમમાં પુરાયા
  • ભુલથી દરવાજો લોક થઇ જતાં બાળકો રૂમમાં પુરાયા

Vadodara News: પોતાના બાળકોને રમતા મૂકીને કામમાં વ્યસ્ત થઇ જતા વાલીઓ માટે વધુ એક લાલબતી સમાન કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે. અહીં ડોક્ટરના બે જોડીયા બાળકો મકાનના રૂમમાં પુરાઈ જતા ફાયર બ્રિગેડ જાણ કરતા ફાયરટીમ દોડી આવી હતી. ફાયરના જવાનોએ પહેલા માળની જાળી કાપીને રેસ્કયું કર્યું હતું.

બનાવની મળતી માહિતી અનુસાર, બગીખાના ખાતે રાજદીપ સોસાયટીમાં રહેતા ગાયવાલા પરિવારના મકાનના ઉપરના માળે અઢી વર્ષના બે જોડીયા બાળકો રમતા હતા ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ થઇ જતાં તેઓ ગભરાઇ ગયા હતા અને રોકકળ કરી મૂકી હતી.

માતા-પિતા અને અન્ય લોકોએ પ્રયત્ન કરવા છતાં દરવાજો નહિં ખૂલતાં આખરે ફાયર બ્રિગેડની મદદ લીધી હતી.ફાયર એન્જિનની મદદથી ઉપરના માળની બારી પાસે પહોંચી ગ્રીલ ખોલી હતી અને અંદર જઇ દરવાજો ખોલતાં બંને બાળકોનો બચાવ થયો હતો.


whatsapp ad White Font big size 2 4 વડોદરામાં તબીબના બે જુડવા બાળકો રૂમમાં થઇ ગયા લોક અને....


આ પણ વાંચો:પિતા-પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો, સાવકા પિતાએ સાવકી પુત્રી સાથે કર્યા અડપલાં

આ પણ વાંચો:ચાચરચોકમાં ગરબા માટેનો નિયમ બદલાયો, જાણો શું કરાયો ફેરફાર

આ પણ વાંચો:મહેસાણામાં ધોરણ 6, 7 અને 8ના પેપર ફૂટ્યાનો દાવો

આ પણ વાંચો:છોટાઉદેપુરની સરકારી શાળામાં મધ્યાન ભોજનમાં સડેલુ અનાજ જોવા મળ્યુ