Not Set/ રાજકોટ શહેરમાં રિકવરી રેટ ૯૦ ટકા , તેની પાછળ કયા પરિબળો જવાબદાર? જાણો શહેરના નિષ્ણાતો પાસે

કોરોના શબ્દ સાંભળીને ભલભલા ભયભીત થઇ જતા હોય છે. ત્યારે પાછુ આ પરિસ્થિતિમાં જો શરદી,ખાંસી કે પછી તાવ આવે તો પહેલી શંકા એજ થાય કે કદાચ મને કોરોના તો નથી થયો ને? આ ભયનું એક જ કારણ છે કે કોરોના

Top Stories Gujarat Rajkot
bed covid care રાજકોટ શહેરમાં રિકવરી રેટ ૯૦ ટકા , તેની પાછળ કયા પરિબળો જવાબદાર? જાણો શહેરના નિષ્ણાતો પાસે

ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ@ રાજકોટ

કોરોના શબ્દ સાંભળીને ભલભલા ભયભીત થઇ જતા હોય છે. ત્યારે પાછુ આ પરિસ્થિતિમાં જો શરદી,ખાંસી કે પછી તાવ આવે તો પહેલી શંકા એજ થાય કે કદાચ મને કોરોના તો નથી થયો ને? આ ભયનું એક જ કારણ છે કે કોરોના ઘાતક બની શકે છે, ત્યારે બીજા સ્ટ્રેનનો કોરોના તો ભારતમાં તબાહી લાવવા સક્ષમ રહ્યો. તેમાં પણ રાજકોટમાં ઘણા લોકો એ જીવ ગુમાવ્યા, પણ આના વચ્ચે એક રાહતના સમાચાર એ પણ છે કે રાજકોટ શહેરમાં રિકવરી રેટ ૯૦% જેટલો છે. તેના વિવિધ કારણ સ્વિકારી શકાય રાજકોટ વાસીઓ ની જાગૃતિ ની સાથે લોકો ને મળેલી આરોગ્ય સહાય ના કારણે રિકવરી રેટ ૯૦ થી વધુ સંભવ બન્યો.આઘટના પરથી કહી શકાય કે રંગીલા રાજકોટને લાગ્યો રિકવરીનો રંગ લાગ્યો છે. ત્યારે લોકોને પ્રશ્નો ઉદભવે છે કેરંગીલા રાજકોટમાં શા કારણે આવી ૯૦ ટકા રિકવરી ? રિકવરી માટે ક્યાં પરિબળો કામ કરી રહ્યા છે?રાજ્યના ૪ મહાનગરોમાં રાજકોટ રાજકોટ નો રિકવરી રેસિયો ખુબ સારો છે.રાજકોટ  બીજા શહેરો માટે કેસ સ્ટડી બની શકે છે.

રાજકોટના પાણીમાં કઈક અલગ નૂર છે

રાજકોટ આજી નદીના કાંઠે વસેલું આ શહેર કઈ જુદા પ્રકારનું છે. અહીં ના લોકો ન માત્ર વેપાર – ઉદ્યોગમાં સહસી હોય પણ સેવાની ભાવનામાં પણ અવલ દરજ્જો પ્રાપ્ત કરતા હોય છે. આમ જોવા જઈએ તો કોવિડ – ૧૯ સમગ્ર વિશ્વ માટે નવો હતો પણ લોકો તેની સામે લડત આપી રહ્યા છે. રાજકોટ ને વિશ્વનો એક નાનો કટકો ગણી શકાય પણ રાજકોટના પાણીમાં કઈક અલગ નૂર છે. રાજ્યના તમામ મોટા મહાનગરો ની વાત કર્યે તો તેમાં રાજકોટ શહેર ની વસ્તી ૧૯ થી વધુ છે પણ આ વસ્તીમાં રહેતા સંખ્યાબધ લોકોએ સરકારના નિયમો અનુસરણ કર્યું છે જેનો ચોક્સ રિઝલ્ટ દેખાઈ રહ્યું છે.કોરોના માનવજાત માટે ખુબ ખરાબ છે પણ ઘણી વાર એવુ પણ બને કે શત્રુ તમારી ક્ષમતા પારખવામાં તમારી મદદ કરતો હોય છે ત્યારે આપડે સૌ અત્યારે એ સ્થિતિમાં છીએ કે શત્રુના કારણે આપ આપણે આપણી ક્ષમતા પરખતા હોય છે. ત્યારે આવુજ કઈક કરી બતાવ્યું રાજકોટે. ૧૯ માર્ચ ૨૦૨૦ કદાચ આ તારીખ સમગ્ર રાજકોટ વાસીઓને યાદ હશે કે રાજ્ય નો પ્રથમ કેસ રાજકોટ અને સુરત થી જ ડિટેક્ટ થયો હતો.

એપ્રિલ મહિનામાં કોરોના કેસમાં ખુબ મોટો ઉછાળો આવ્યો પણ તેમાં ઘટાડો : ડૉ. લલિત વાંજા( શહેર આરોગ્ય અધિકારી, રાજકોટ મનપા)

dr vanja રાજકોટ શહેરમાં રિકવરી રેટ ૯૦ ટકા , તેની પાછળ કયા પરિબળો જવાબદાર? જાણો શહેરના નિષ્ણાતો પાસે

સરકારના નિયમો અને ગઇડલાઇન્સ નું પાલન રાજકોટ વાસીઓ એ કર્યો મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા રાજકોટ શહેર આરોગ્ય અધિકારી ડૉ. લલિત વાંજાએ જણાવ્યુ કે રાજકોટ શહેરમાં એપ્રિલ મહિનામાં કોરોના કેસમાં ખુબ મોટો ઉછાળો આવ્યો હતો પણ તેમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકામાં રિકવરી રેટ વધ્યો છે જે હાલ ૯૧.૫૮ ટકા નો છે રાજકોટમાં હાલ ૩૪ હજાર થી વધુ લોકો એ કોરોના ને મ્હાત આપી ચુક્યા છે. એપ્રિલ મહિનામાં રોજ ૧૩ થી ૧૪ હજાર ટેસ્ટ કરવામાં આવતા જેના કારણે એક્ટિવ કેસ ગોતી ને તે દર્દી ને સારવાર સુધી પોંહચડી શક્યા. ગયા વર્ષ થી આજ સુધી મહાનગરપાલિકા ટેસ્ટ માટે એક્ટિવ રહ્યો અને અત્યાર સુધી ૧૦ લાખ ૫૦ હજાર થી વધુ ટેસ્ટિંગ કર્યા છે. રાજકોટમાં થયેલ કોરોના માટે થયેલ હર એક પ્રોગ્રામ ના કારણે રિકવરી રેટ વધી જેની અસર અત્યારે રિકવરી રેટમાં દેખાઈ રહી છે. રાજકોટ શહેરમાં કોરોના ના ૩૮ હજાર થી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે પણ તેમાં થી ૩૪ હજાર થી વધુ લોકો રિકવર થઇ ચુક્યા છે.

રિકવરીની ઝલક રાજકોટએ જોઈ તેની માટે અનેક પાસાઓ એ કામ કર્યા છે : (આર.એસ. ત્રિવેદી, સિવિલ હોસ્પિટલ, રાજકોટ)

rs trivedi રાજકોટ શહેરમાં રિકવરી રેટ ૯૦ ટકા , તેની પાછળ કયા પરિબળો જવાબદાર? જાણો શહેરના નિષ્ણાતો પાસે

રિકવરીની ઝલક રાજકોટએ જોઈ તેની માટે અનેક પાસાઓ એ કામ કર્યા છે.  સરકારી આરોગ્ય તંત્ર અને ખાનગી આરોગ્ય તંત્રની કામગીરીના લીધે રાજકોટની રિકવરી રેટમાં વધારો થયો છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા અધિક્ષક આર.એસ. ત્રિવેદીએ જણાવ્યુ કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિકવરી એટલે ને ડિસ્ચાર્જ નો રેટ વધુ થયો છે. અંદાજિત ૧૦૦ દર્દીઓ માંથી ૯૦ થી વધુ દર્દીઓ સારવાર પ્રાપ્ત કરી રિકવરી મેળવતા હોય છે. વર્ગ એક કર્મચારીઓ થી સાફ સફાઈના કર્મચારીઓ તમામ લોકો રિકવરી રેટ સુધારવા એક સારી ભૂમિકા ભજવી. ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, એડમીન સ્ટાફ સહિતના સ્ટાફના કારણે આ સંભવ બન્યું. રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર ના સહયોગ વગર આ સંભવ ન બનત. સરકારે દવા થી માંડી તમામ મેડિકલ ફેસિલિટી લોકો સુધી સારી રીતે પહોંચે તે સંભવ પ્રયાસ કર્યા અને તે સંભવ પ્રયાસ આજે રિકવરી રેટમાં વધારો જોઈ ને પુરવાર સાબિત થાય છે.

ખાનગી હોસ્પિટલના ડોક્ટરો પણ રાજકોટમાં રિકવરી રેટ વધ્યો તેની ખુશી વ્યક્ત કરી હતી.

જાગૃત જનતાએ જે શિસ્ત બતાવ્યું તેનું પરિણામ : ડૉ. જયેશ ડોબરીયા

dr jayesh dobariya રાજકોટ શહેરમાં રિકવરી રેટ ૯૦ ટકા , તેની પાછળ કયા પરિબળો જવાબદાર? જાણો શહેરના નિષ્ણાતો પાસે

મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા રાજકોટના નામાંકિત ડોક્ટર ડૉ. જયેશ ડોબરીયાએ જણાવ્યુ કે રોગમાં રિકવરી રેટ વધુ આવુ એક ખુશી ની વસ્તુ છે. આજ સુધી ૩૪ હજાર થી વધુ દર્દીઓ કોરોના થી રિકવર થઇ લાઈફમાં કમ બેક કર્યો છે. રાજકોટ ની જાગૃત જનતાએ જે શિસ્ત બતાવ્યું તેનું પરિણામ રિકવરી રેટમાં વધારો દેખાઈ શકાય છે. જિલ્લા કલેક્ટર ઓફિસ, રાજકોટ કોર્પોરેશન, તબીબો, મેડિકલ સ્ટાફ, પોલીસ તંત્ર, પત્રકારો સહિત નાની મોટી સેવાકિય સંસ્થાના સંયુક્ત પ્રયાસ થી આ સંભવ બન્યું. ભલે ૧૦૦ % કામયાબી નથી મળી પણ કોરોનામાં જાગૃત જનતા થી માંડી ફ્રન્ટ લાઈન વોરિયર્સ તમામ એ કોરોના સામે લડત આપી છે.

ડોક્ટર્સ, વહીવટી તંત્ર સહિત અનેક સેવાકીય સંસ્થાના પ્રયાસ થી દર્દીઓ ને રિકવરી : (ડૉ. ચિરાગ માત્રાવડિયા, ક્રિટિકલ કેર નિષ્ણાત)

dr. chirag રાજકોટ શહેરમાં રિકવરી રેટ ૯૦ ટકા , તેની પાછળ કયા પરિબળો જવાબદાર? જાણો શહેરના નિષ્ણાતો પાસે

જયારે ડૉ. ચિરાગ માત્રવડિયા જણાવે છે કે કોરોના ના બીજા સ્ટ્રેનમાં રિકવરી ખુબ સારી થઇ તે એક મોટી વાત કહેવાય કારણ કે બીજા સ્ટ્રેનમાં વાઇરસ નો મ્યુટેશન પણ થયો હતો. ડોક્ટર્સ, વહીવટી તંત્ર સહિત અનેક સેવાકીય સંસ્થાના પ્રયાસ થી દર્દીઓ ને રિકવરી મેળવવામાં કામયાબી મળી. ત્યારે રાજકોટમાં રહેતા રાજુ જુજા કે જેઓ સમાજ સેવક છે તેમને જણાવ્યુ કે રાજ્ય સરકાર જે પગલા લીધા છે મારું શહેર કોરોના મુક્ત શહેર તેના આધારે લોકોએ પણ જાગૃતિ વર્તી જેથી કરી ને હાલ રિકવરી રેટ વધ્યો છે જેને લઈને લોકોમાં પણ ખુશી દેખાઈ રહી છે.

૯૦% થી વધુ રિકવરી રેટ રાજકોટમાં  લાવવો એક પડકાર રહ્યો ( રાજુ જુજા, સામાજિક સેવક)

raju junja રાજકોટ શહેરમાં રિકવરી રેટ ૯૦ ટકા , તેની પાછળ કયા પરિબળો જવાબદાર? જાણો શહેરના નિષ્ણાતો પાસે

રિકવરી રેટ વધે એ સારુ કહેવાય પણ રિકવરી રેટને ટકાવી રાખવો એક પડકર રૂપ છે. ૯૦% થી વધુ રિકવરી રેટ રાજકોટમાં  લાવવો એક પડકાર રહ્યો પણ વિવિધ સરકારી તંત્ર ના સંકલન થી સંભવ બન્યું સાથે ખાનગી હોસ્પિટલના સરકારી તંત્ર ના સંકલન વધતા અને કોરોના કાળ ના શરૂઆતના તબક્કામાં જે કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી અને દર્દીઓ ને ત્યાં સારવાર મળી તે સાર્થક થયું. રાજકોટ માટે એક વિશેષ પડકાર જો રિકવરી રેટ ને આના થી વધારવું હોય તો સરકાર દ્વારા અપાયેલી તમામ ગઇડલાઇન્સ પાલન કરવું એ અનિવાર્ય છે.

majboor str 8 રાજકોટ શહેરમાં રિકવરી રેટ ૯૦ ટકા , તેની પાછળ કયા પરિબળો જવાબદાર? જાણો શહેરના નિષ્ણાતો પાસે