Not Set/ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે શક્કરિયાંની બોલબાલા

દેવોના દેવ મહાદેવના મહાપર્વ એટલે કે મહાશિવરાત્રીના ઉપલક્ષમાં કરોડો શ્રદ્ધાળુઓ મહાદેવને પ્રસન્ન કરવા ઉપવાસ કરે છે ત્યારે મહાશિવરાત્રિના પર્વમાં ઉપવાસમાં ઉપયોગમાં લેવાતા બટાકા અને શક્કરિયાંનુ માન ખૂબ જ વધી જાય છે.સાથે જ લોકો શક્કરિયાં અને બટાકા સસ્તા ભાવે પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. એકબાજુ જ્યાં આ વખતે શક્કરિયાં  મધ્યમ પાક હોવાના કારણે શાકભાજીના માર્કેટમા મધ્યમ આવક થઈ […]

Gujarat
sweet મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે શક્કરિયાંની બોલબાલા

દેવોના દેવ મહાદેવના મહાપર્વ એટલે કે મહાશિવરાત્રીના ઉપલક્ષમાં કરોડો શ્રદ્ધાળુઓ મહાદેવને પ્રસન્ન કરવા ઉપવાસ કરે છે ત્યારે મહાશિવરાત્રિના પર્વમાં ઉપવાસમાં ઉપયોગમાં લેવાતા બટાકા અને શક્કરિયાંનુ માન ખૂબ જ વધી જાય છે.સાથે જ લોકો શક્કરિયાં અને બટાકા સસ્તા ભાવે પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે.

એકબાજુ જ્યાં આ વખતે શક્કરિયાં  મધ્યમ પાક હોવાના કારણે શાકભાજીના માર્કેટમા મધ્યમ આવક થઈ છે તો તેના સાથે જ વધતા જતા ભાવો પણ એપીએમસી માર્કેટના વેપારીઓ માટે માથાનો દુખાવો છે, સામાન્ય પણે જોવા જઈએ ગત વર્ષ ને તુલનામાં બટાકાના ભાવમાં કોઈ મોટો બદલાવ નથી આવ્યો પણ  એક સાથે જ માંગ વધતા ક્યાંક ને ક્યાંક જૂના ભાવ વધ્યા હોય તેવું  દેખાય છે.

અમદાવાદ શહેરના એપીએમસી માર્કેટમાં પણ મહાશિવરાત્રીના પર્વ બટાકા શક્કરિયાં ભાવમાં પરિવર્તન જોવા મળ્યું છે.

એપીએમસી માર્કેટના વેપારી પંકજ પટેલે શક્કરિયાંના  ભાવ અંગે જણાવ્યું હતું કે શક્કરિયાંમાં ક્યારે તેની અછત પડશે તેનો ખ્યાલ રહેતો  નથી.  શક્કરિયાં ખેતી સાડા ત્રણ મહિના સુધી કરવામાં આવે છે. કેટલાય ખેડૂતનો જીવનનિર્વાહ આની ઉપર નભતો હોય છે. આ વખતે શાકભાજી માર્કેટમાં શકરિયા અને બટાકાના ભાવમાં કોઈ ખાસ વધારો તો નથી પણ માંગને કારણે  વધેલા સામાન્ય વધારો પણ લોકોને મોઘવારી સમો લાગી શકે છે.

મહત્વનું છે કે આ વખતે  શક્કરિયાંની  આવક અને ડિમાંડ બંને સારી રહી છે.