Not Set/ ભરૂચ/ સાંસદ વસાવાનું વિવાદિત નિવેદન, વાતનું વતેસર થાય તેવી ઘટના

ભરૂચનાં સાંસદનો ભરૂચ જીલ્લા ભાજપનાં સ્નેહ મિલનનાં કાર્યક્રમમાં બફાટ. ભરૂચ ભાજપનાં સાંસદ મનસુખ વસાવા દ્વારા વિવાદિત નિવેદન કરવામાં આવ્યુંં છે. મનસુખ વસાવા દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું તે અતી ગંભીર વિષય તરીકે જોવામાં આવી રહ્યો છે અને ભાજપનાં  સાંસદનાં આ નિવેદનને સુપ્રીમ કોર્ટની તટસ્થતા પર સીધા સવાલો કરી દીધા છે. જો કે, સુપ્રીમ કોર્ટનાં આ મામલે […]

Top Stories Gujarat Others Politics
manshukh vasava ભરૂચ/ સાંસદ વસાવાનું વિવાદિત નિવેદન, વાતનું વતેસર થાય તેવી ઘટના

ભરૂચનાં સાંસદનો ભરૂચ જીલ્લા ભાજપનાં સ્નેહ મિલનનાં કાર્યક્રમમાં બફાટ. ભરૂચ ભાજપનાં સાંસદ મનસુખ વસાવા દ્વારા વિવાદિત નિવેદન કરવામાં આવ્યુંં છે. મનસુખ વસાવા દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું તે અતી ગંભીર વિષય તરીકે જોવામાં આવી રહ્યો છે અને ભાજપનાં  સાંસદનાં આ નિવેદનને સુપ્રીમ કોર્ટની તટસ્થતા પર સીધા સવાલો કરી દીધા છે. જો કે, સુપ્રીમ કોર્ટનાં આ મામલે કોઇ લેવા દેવા નથી તે સ્વાભાવીક છે.

પરંતુ નેતાઓ દ્વારા પોતાની વાહવાહી અને પક્ષનાં માર્કેટીંગમાં ક્યારેક અટલી ગંભીર વાતો કહી દેવામાં આવતી હોય છે કે, તે બીજા સ્વતંત્ર વ્યક્તિ કે સ્વાયત સંસ્થાનની સ્વાયતતા પર પ્રશ્નાર્થ મુકી જાય છે.

જી હા ભરુચ ભાજપનાં સાંસદ મનસુખ વસાવા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમમાં કહેવામાં આવ્યું કે, અયોધ્યા કેસમાં ચુકાદો આવ્યો તે ભાજપની સરકાર છે માટે આવો ચૂકાદો આવ્યો છે. મતલબ કે, કેન્દ્રમાં ભાજપ સરકાર હોવાથી આયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રામ મંદિર તરફે ચુકાદો આપવામાં આવ્યો છે.

કેન્દ્રમાં ભાજપની સરકાર હોવાથી દેશની સર્વૌચ્ચ અદાલતે એટલે કે,  સુપ્રીમ કોર્ટે  રામ મંદિર તરફે આપ્યો ચુકાદો આપ્યો. બીજી રીતે જો જોવામાં આવે તો સાંસદનું કહેવુંં છે કે જો ભાજપની સરકાર ન હોત તો કદાચ ચુકાદો આવો ન પણ હોત અને આનાથી વિપરીત પણ હોત.

જુઓ સમગ્ર અહેવાલ………..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.