Not Set/ નાણાં પ્રધાન નિર્મલા સીતારમન પાંચમી જુલાઇનાં રોજ પૂર્ણ બજેટ કરશે રજૂ, ટેક્સમાં આપી શકે છે રાહત

લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ મેળવી લીધા બાદ સતત બીજી અવધિ માટે સત્તામાં આવેલી મોદી સરકાર તેનું નવી અવધિમાં પ્રથમ બજેટ હવે પાંચમી જુલાઇનાં દિવસે રજૂ કરવા જઇ રહી છે. જેમાં નિવૃતિ બચતને પ્રોત્સાહન આપવા માટે કેટલાક પગલા જાહેર કરવામાં આવી શકે છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમન બજેટને રજુ કરવા માટે ઉત્સુક છે. બચતને પ્રોત્સાહન આપવા […]

Top Stories
budget 1 નાણાં પ્રધાન નિર્મલા સીતારમન પાંચમી જુલાઇનાં રોજ પૂર્ણ બજેટ કરશે રજૂ, ટેક્સમાં આપી શકે છે રાહત

લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ મેળવી લીધા બાદ સતત બીજી અવધિ માટે સત્તામાં આવેલી મોદી સરકાર તેનું નવી અવધિમાં પ્રથમ બજેટ હવે પાંચમી જુલાઇનાં દિવસે રજૂ કરવા જઇ રહી છે. જેમાં નિવૃતિ બચતને પ્રોત્સાહન આપવા માટે કેટલાક પગલા જાહેર કરવામાં આવી શકે છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમન બજેટને રજુ કરવા માટે ઉત્સુક છે. બચતને પ્રોત્સાહન આપવા સાથે સંબંધિત પગલા પણ જાહેર કરવામાં આવી શકે છે. વર્તમાન પોલીસી હેઠળ રિટાયરમેન્ટ સેવિગ્સ માટે અલગથી કોઇ ટેક્સ રાહતની જોગવાઇ કરવામાં આવી નથી.

રિટાયરમેન્ટ સેવિગ્સની ગતિ ખૂબ ધીમી રહેલી છે. આશા છે કે સરકાર બજેટમાં રિટાયરમેન્ટ સેવિગ્સ માટે કેટલીક અલગ જોગવાઇ કરશે. લોકો આશા રાખી રહ્યા છે કે નિવૃતિ બચત માટે અલગથી ટેક્સ લાભની જોગવાઇ નાણાં પ્રધાન નિર્મલા સીતારમન બજેટમાં કરશે. જેના પરિણામ સ્વરૂપે વધુને વધુ લોકો આ ફંડમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત થાય તે જરૂરી છે. બજેટમાં  જુદા જુદા સેક્ટરો માટે જોગવાઇ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. સામાજિક સેક્ટર માટે ખાસ જોગવાઇ કરવામાં આવે તેવી શક્યતા છે.

સામાન્ય બજેટમાં લોકો  માની રહ્યા છે કે કેટલીક ટેક્સમાં પણ રાહત આપવામાં આવી શકે છે. બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવી શકે છે. બજેટને લઇને લોકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. બજેટ તૈયાર કરવાની કવાયત શરૂ કરવામાં આવ્યા બાદથી જુદા જુદા ક્ષેત્રોનાં પ્રતિનિધીઓ પોત પોતાની રજૂઆત કરી રહ્યા છે. મોદી સરકારનાં બજેટ પર તમામની નજર છે. બજેટને લઇને કોર્પોરેટ જગત, શેરબજાર અને સામાન્ય લોકો આશાવાદી બનેલા છે. નિર્મલા સીતારમન સામે તમામ વર્ગને ખુશ કરવા માટેનો પડકાર  પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.