Election/ બોટાદ સ્થાનિક ચૂંટણીનો મામલો, હાઇકોર્ટે ફટકારી ઈલેક્શન કમિશનને નોટિસ

બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણીના કોંગ્રેસના 14 ઉમેદવારોના ફોર્મ રદ્દ કરવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન થઈ હતી.

Gujarat Others
ફાયર સેફ્ટી ફાયર NOC મુદ્દે HCનો મહત્વનો આદેશ : ‘NOC વગરની હોસ્પિટલોમાં

બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણીનાં કોંગ્રેસનાં 14 ઉમેદવારોનાં ફોર્મ રદ્દ કરવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન થઈ હતી. પિટિશન ઉપર સુનાવણી હાથ ધરાતા કોર્ટમાં અરજદારે રજૂઆત કરી હતી કે, “કોંગ્રેસનાં 14 ફોર્મ રદ્દ કરવાની પ્રક્રિયા ચૂંટણીનાં કાયદાકીય નિયમોની વિરુદ્ધમાં છે.

ઈલેક્શન ઓફિસર દ્વારા પહેલા બધા 14 ફોર્મ સ્વીકારી લેવાયા અને ત્યારબાદ ફોર્મ રદ્દ કરી દેવું એ યોગ્ય નથી. ઈલેક્શન ઓફિસર દ્વારા સમરી ઈન્કવાયરી અને ઉમેદવારને સાંભળવાની પ્રક્રિયા પણ કરવામાં ન આવી. મિનિસ્ટર સૌરભ પટેલ રિટરનિંગ ઓફિસરની ઓફિસમાં હાજર રહ્યા એટલે સમગ્ર સ્થિતિ અચાનક બદલાઈ ગઈ હતી.” હાઇકોર્ટે અરજદારની રજૂઆતોને સાંભળીને ઈલેક્શન કમીશનને આ મામલે તાત્કાલિક જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે અને આ માટે હાઇકોર્ટે આગામી 20 મી ફેબ્રુઆરી સુધીનો ઈલેક્શન કમિશનને સમય આપ્યો છે.

Court: કરોડોની જમીન પચાવી પાડવાના કેસમાં વકીલના જામીન નામંજૂર

Election: કોંગ્રેસની વધી ચિંતા, કોંગ્રેસનાં કનુ ચૌધરીનો આક્ષેપ કરતો વીડિયો વાયરલ

Election: રાજકોટમાં આમ આદમી પાર્ટીએ આ આમ મહિલાઓને ટિકિટ આપી નવો ચીલો ચાતર્યો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ