ચોરી/ મંદિરની દાનપેટીના તાળા તોડી રોકડ ઉઠાવતા ગઠીયા

કેશોદ તાલુકાના આંબાવાડી વિસ્તારમાં આવેલ બાપા સીતારામ મંદિરમાં ધોળે દિવસે તસ્કરો ત્રાટક્યા હતા. મળતી માહિતી મુજબ બાપા સીતારામ મંદિરમાં આવેલ દાન પેટીના તાળાં તોડીને રોકડા રૂપિયા ઉઠાવી ગયા હતા.

Top Stories Gujarat Others
keshod મંદિરની દાનપેટીના તાળા તોડી રોકડ ઉઠાવતા ગઠીયા

@ચેતન પરમાર, કેશોદ

કેશોદ તાલુકાના આંબાવાડી વિસ્તારમાં આવેલ બાપા સીતારામ મંદિરમાં ધોળે દિવસે તસ્કરો ત્રાટક્યા હતા. મળતી માહિતી મુજબ બાપા સીતારામ મંદિરમાં આવેલ દાન પેટીના તાળાં તોડીને રોકડા રૂપિયા ઉઠાવી ગયા હતા.

બનાવની વિગત એવી છે કે મંદિરના તાળા તોડી રોકડની ઉઠાંતરી કરેલા તસ્કરોને સ્થાનિક લોકોએ પકડી પાડયા હતા તસ્કરો ધોળે દિવસે મંદિરના તાળા તોડી તેમાંથી રોકડા રૂપિયાની ચોરી કરી ગયા હતા. ત્યારે કેશોદ માં અગાઉ પણ ઘણા ચોરીના બનાવ બની ચૂક્યા છે ત્યારે હવે તસ્કરોને ખુલ્લું મેદાન મળી ગયું હોય એમ ધોળે દિવસે પણ ચોરીના બનાવો બનવા લાગ્યા છે.

ચોરો પહેલાં મંદિરે આવીને રેકી કરી ગયા હશે એટલે જ બહુ જ હોંશિયારીથી તેઓએ ધોળા દિવસ નો લાભ લઇ રોકડ ઉઠાવી જવાની હિંમત દર્શાવી હતી. હાલ બંને તસ્કરોને સ્થાનિક લોકોના હાથે ઝડપાઇ જતા સ્થાનિક લોકોએ કેશોદ પોલીસ ને સોપી એફઆઈઆર દાખલ કરી પૂછપરછ સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેશોદનાં આંબાવાડી વિસ્તારમાં બગીચા પાસે આવેલ બાપા સીતારામ ની મઢી ની દાનપેટી નું તાળું તોડી રોકડ રૂપિયા સાતસો સાથે ચોરી જનારાં હિતેષભાઇ હાજાભાઈ રહે. તલોદરા અને સંજયભાઈ કારાભાઈ રહે. ઈદિરાનગર કેશોદ ની ફરીયાદી રસીકભાઈ ભટ્ટ ની ફરીયાદ થી કેશોદ પોલીસે ધરપકડ કરી આગાઉ આવાં ચોરીનાં ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…