Not Set/ ટોલ ટેક્સ માંગવા પર YSRCP નેતાએ કર્મચારીને મારી દીધી થપ્પડ

આંધ્રપ્રદેશનાં ગુન્ટુર જિલ્લાનાં કાજા ટોલ પર YSRCP નેતા ડી રેવતીએ ટોલ પ્લાઝાનાં કર્મચારીને થપ્પડ માર્યો હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટોલ પ્લાઝાનાં કર્મચારીએ તેમને અટકાવ્યા હતા અને તેમને ટોલ ટેક્સ ભરવાનું કહ્યું હતુ, પરંતુ ડી રેવતીએ ટોલ ટેક્સ ભરવાની ના પાડી, જે પછી તેમની અને ટોલ પ્લાઝા કર્મચારી […]

Top Stories India
corona 185 ટોલ ટેક્સ માંગવા પર YSRCP નેતાએ કર્મચારીને મારી દીધી થપ્પડ

આંધ્રપ્રદેશનાં ગુન્ટુર જિલ્લાનાં કાજા ટોલ પર YSRCP નેતા ડી રેવતીએ ટોલ પ્લાઝાનાં કર્મચારીને થપ્પડ માર્યો હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટોલ પ્લાઝાનાં કર્મચારીએ તેમને અટકાવ્યા હતા અને તેમને ટોલ ટેક્સ ભરવાનું કહ્યું હતુ, પરંતુ ડી રેવતીએ ટોલ ટેક્સ ભરવાની ના પાડી, જે પછી તેમની અને ટોલ પ્લાઝા કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ હતી.

corona 186 ટોલ ટેક્સ માંગવા પર YSRCP નેતાએ કર્મચારીને મારી દીધી થપ્પડ

આ સમય દરમિયાન, મહિલા નેતા ગુસ્સે થયા અને તેમણે ટોલ પ્લાઝા પર મુકાયેલા બેરિકેડ્સ હટાવી દીધા. તેટલુ જ નહી તેઓ એટલા ગુસ્સે થઇ ગયા કે કર્મચારીને થપ્પડ પણ મારી દીધો. ન્યૂઝ એજન્સી એએનઆઈએ પણ આ ઘટનાનો એક વીડિયો ટ્વીટ કર્યો છે, જેમાં મહિલા નેતા બેરિકેડ્સ દૂર કરતી અને ટોલ પ્લાઝા કર્મચારીને થપ્પડ મારતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ડી રેવતી ટોલ પ્લાઝા પર પોતાની કારની સામે લગાવેલા બેરિકેડ્સને દૂર કરતી જોવા મળી રહી છે. જો કે, આ સમય દરમિયાન ટોલ પ્લાઝાનાં અધિકારીઓ તેમને એવું ન કરવા વિનંતી કરી રહ્યા છે. બેરીકેડ્સ હટાવતા અટકાવતા રેવતી ટોલ કર્મચારીનો કોલર પકડીને તેને થપ્પડ મારતી જોવા મળે છે. આપને જણાવી દઈએ કે, આ ઘટનાનો વીડિયો પ્રકાશમાં આવ્યા બાદ રેવતી અથવા તેના પક્ષ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.

નોંધપાત્ર વાત એ છે કે, ટોલ પ્લાઝા કર્મચારી સાથે ગેરવર્તનનો આ પહેલો કેસ નથી. જુલાઇની શરૂઆતમાં ઉત્તર પ્રદેશનાં ગૌતમ બુદ્ધ નગરમાં નેશનલ એક્સપ્રેસ-વે થી પણ આવી ઘટના સામે આવી હતી. એવું કહેવામાં આવે છે કે, જ્યારે ટોલ ટેક્સ ભરવાનું કહેવામાં આવ્યું ત્યારે ગુસ્સે થયેલા અડધાથી વધુ લોકોએ ટોલ પ્લાઝા કર્મચારીને માર માર્યો હતો.

રાજ્યનાં ખેડૂતો માટે આવ્યા માઠા સમાચાર, બે દિવસ માવઠાની આગાહી

એલન મસ્કનાં મંગળ ગ્રહનાં મિશનને મોટો આંચકો, ઉડાન બાદ સ્ટારશિપ રોકેટમાં વિસ્ફોટ

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 31 હજારથી વધુ કેસ, કુલ મોતનો આંક પહોંચ્યો…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો