Ahmedabad/ જુહાપુરામાં 10 મહિનામાં 200થી વધારે લોકોના કોરોનાથી મોત

જુહાપુરા વિસ્તારમાં એક સમય એવો હતો કે કોરોનાનો કહેર ખુબજ વધારે જોવા મળી રહ્યો હતો. રોજ નવા નવા કેસો તો સામને આવી રહ્યા હતા પરંતુ તેની સાથે મૃતકોની સંખ્યામાં પણ એટલી જ વધારે જોવા મળી રહી હતી.

Ahmedabad Gujarat
a 50 જુહાપુરામાં 10 મહિનામાં 200થી વધારે લોકોના કોરોનાથી મોત

@રીઝવાન શેખ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

7 લાખથી વધુની વસ્તી ધરાવતા જુહાપુરા વિસ્તારમાં કોરોનાના કહેરમાં ઘટાડો થયો છે. ગત વર્ષના માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધીમાં 200થી વધારે કોરોનાથી મૃત્યુ પામેલી ડેડ બોડીને જુહાપુરાના નમરા કબ્રસ્તાનમાં તેમની દફનવિધિ કરવામાં આવી છે. ગત વર્ષ કરતા આ વર્ષે કોરોનાનો કહેર ઘટતા જુહાપુરાના રહેવાસીઓ પર જાણે કુદરતએ પોતાની કૃપા વરસાવી છે.

જુહાપુરા વિસ્તારમાં એક સમય એવો હતો કે કોરોનાનો કહેર ખુબજ વધારે જોવા મળી રહ્યો હતો. રોજ નવા નવા કેસો તો સામને આવી રહ્યા હતા પરંતુ તેની સાથે મૃતકોની સંખ્યામાં પણ એટલી જ વધારે જોવા મળી રહી હતી. જુહાપુરાના નમરા કબ્રસ્તાન માં રજીસ્ટર થયેલા આંકડા અનુસાર, અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની દફનવિધિની સંખ્યામાં 200થી વધારેની છે.

જુહાપુરામાં આમ તો નમરા કબ્રસ્તાન સિવાય પણ અન્ય કબ્રસ્તાનો આવેલા છે. પરંતુ, નમરા કબ્રસ્તાન માં જ અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ પામલી ડેડબોડીની અંતિમ વિધિ કરવામાં આવતી હતી. તેના પાછળનું કારણ એ છે કે નમરા કબ્ર સ્થાનમાં જ jcb મશીનથી કબર ખોદી શકાય છે, અન્ય કબ્રસ્તાનમાં એવું નથી.ગતવર્ષે નમરા કબ્રસ્તાનમાં 8 ફૂટની કબર ખોદવામાં આવતી હતી જોકે હવે ડોક્ટરો ની પાસેથી સલાહ લઈને નવી કબરની ઊંડાણની સાઈઝ 6 ફૂટની કરી દેવામાં આવી છે.

નમરા કબ્રસ્સ્તાન ના સંચાલક અનીશ દેસાઈએ પ્રશાશનની સામે આરોપ લગાડયો છે કે નમરા કબ્રસ્તાનમાં જેટલા કોરોનાથી મ્ર્ત્યુ પામેલી ડેડબોડીને કાયદેસરની રીતે તેની એન્ટ્રી બતાવવામાં આવેલી છે. જોકે તેની સામે પ્રશાશને પોતાની સત્તાવાર માહતીમાં ડેડબોડીની સંખ્યામાં ખુબ જ ઓછી જાહેર કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો