Not Set/ અક્ષરધામ હુમલાના આરોપી ફારૂક શેખના રિમાન્ડ સ્પે. પોટા કોર્ટે કર્યા મંજુર

અમદાવાદ, વર્ષ ૨૦૦૨ ના અક્ષરધામ આતંકી હુમલામાં ૧૬ વર્ષથી નાસતા ફરતા આરોપીની અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે એરપોર્ટ ખાતેથી ધરપકડ કરીને તેને આજે સ્પેશિયલ પોટાકોર્ટની સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. આરોપી ફારૂક શેખના રિમાન્ડ માટે ક્રાઈમ બ્રાન્ચે સાત જેટલા મુખ્ય કારણોને લેખિતમાં રજૂ કર્યા હતા અને આ માટે તેમના તરફથી ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 241 અક્ષરધામ હુમલાના આરોપી ફારૂક શેખના રિમાન્ડ સ્પે. પોટા કોર્ટે કર્યા મંજુર

અમદાવાદ,

વર્ષ ૨૦૦૨ ના અક્ષરધામ આતંકી હુમલામાં ૧૬ વર્ષથી નાસતા ફરતા આરોપીની અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે એરપોર્ટ ખાતેથી ધરપકડ કરીને તેને આજે સ્પેશિયલ પોટાકોર્ટની સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો.

આરોપી ફારૂક શેખના રિમાન્ડ માટે ક્રાઈમ બ્રાન્ચે સાત જેટલા મુખ્ય કારણોને લેખિતમાં રજૂ કર્યા હતા અને આ માટે તેમના તરફથી ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી.

તો બીજી બાજુ બચાવ પક્ષના વકીલે આરોપીના રિમાન્ડ ન મળે તે માટેની દલીલો પણ કરી હતી. સ્પેશિયલ પોટા કોર્ટે બંને પક્ષને સાંભળીને આરોપી ફારૂક શેખના ૩૦ મી નવેમ્બર સુધીના રિમાન્ડને મંજૂરી આપી હતી.

એરપોર્ટ પરથી આરોપી મોહમ્મદ ફારૂખ શેખની ઝડપી પાડ્યો

ક્રાઈમ બ્રાંચે અમદાવાદ એરપોર્ટ પરથી આરોપી મોહમ્મદ ફારૂખ શેખની ઝડપી પાડ્યો હતો. આરોપી છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો અને સાઉદી અરેબિયા જતો રહ્યો હતો. જેમાં ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, આરોપી સાઉદી અરેબિયાથી અમદાવાદ આવી રહ્યો છે તે બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે આરોપીને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો હતો.

ઉલ્લેખનિય છે કે વર્ષ 2002માં ગાંધીનગર અક્ષરધામ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 30થી વધુ લોકોના મોત થયા હતા અને 80 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.