Not Set/ સિક્યોરિટી ગાર્ડના પુત્રે ગોલ્ડ જીતી વધાર્યું દેશનું સન્માન

કૉમનવેલ્થ ગેમ્સમાં ત્રીજા દિવસની શરૂઆત ભારતે ગોલ્ડ મેડલથી કરી. વેઇટલિફ્ટિંગ માં 77 કિગ્રા કેટેગરીમાં સતીશ શિવલિંગમે પોતાનું ટાઈટલ જાળવી રાખ્યું. 2014 ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ સતીશે કુલ 317 વજન ઉઠાવ્યું હતું. આ પહેલાં વેઇટલિફ્ટિંગમાં ભારતને મીરાબાઇ ચાનુ અને સંજીતા ચાનુએ ભારતને બે ગોલ્ડ, ગુરુરાજા પુજારીએ એક સિલ્વર અને દીપક લાથરે એક બ્રૉન્ઝ મેડલ આપ્યો […]

Top Stories
satish celebrate victoryat gold cost Commonwealth games 2018 MANTVYAVYA NEWS સિક્યોરિટી ગાર્ડના પુત્રે ગોલ્ડ જીતી વધાર્યું દેશનું સન્માન

કૉમનવેલ્થ ગેમ્સમાં ત્રીજા દિવસની શરૂઆત ભારતે ગોલ્ડ મેડલથી કરી. વેઇટલિફ્ટિંગ માં 77 કિગ્રા કેટેગરીમાં સતીશ શિવલિંગમે પોતાનું ટાઈટલ જાળવી રાખ્યું. 2014 ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ સતીશે કુલ 317 વજન ઉઠાવ્યું હતું. આ પહેલાં વેઇટલિફ્ટિંગમાં ભારતને મીરાબાઇ ચાનુ અને સંજીતા ચાનુએ ભારતને બે ગોલ્ડ, ગુરુરાજા પુજારીએ એક સિલ્વર અને દીપક લાથરે એક બ્રૉન્ઝ મેડલ આપ્યો હતો.

સતીશને ઇંગ્લેન્ડના જેક ઓલિવર ધ્વારા કડક પડકાર આપવામાં આવ્યો હતો. ભારતના લિફ્ટર સતીશે સ્નેચમાં 144 કિ.ગ્રા. વજન ઉઠાવ્યું હતું, જયારે ઈંગ્લેન્ડના જેક તેમનાથી 1 કિલો વધુ વજન ઉઠાવી આગળ રહ્યાં હતા. ક્લીન એન્ડ જર્કમાં સતીશ પ્રથમ પ્રયત્નમાં 169 કિલો વજન ઉજ્ક્યું હતું, જયારે જેક 167 કિલો વજન ઉચકી શક્યો હતો. જેક ક્લિન અને જર્ક બીજા પ્રયત્નમાં નિષ્ફળ રહ્યો હતો, જ્યારે સતિશે 173 કિલો ઉચકી ભારતની ઝોલીમાં આ કોમનવેલ્થ ગેમ્સનો ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો.

પિતાએ આપેલી તાલીમ

તમિળનાડુની વેલ્લોરમાં જન્મેલ સતિશના પિતા સ્વયં વેઇટલિફટર રહી ચુક્યા છે અને રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ પણ જીતી ચુક્યા છે. એક યુનિવર્સિટીમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરી રહેલ સતીશના પિતાએ જ તેમને પ્રારંભિક તાલીમ આપી હતી. સતિશ હાલ ચેન્નઈમાં દક્ષિણ રેલવેમાં ક્લાર્ક છે.

આ રેકોર્ડ ગ્લાસગોમાં બનાવવામાં આવ્યો હતો

2014 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં સતિશે સ્નેચમાં રેકોર્ડ બનાવ્યો હતો. સતિશે સ્નેચમાં 149 વજન ઉઠાવીને વેઇટલિફ્ટિંગમાં રેકોર્ડ બનાવ્યો હતો, જોકે આ વખતે તે સ્નેચમાં આ રેકોર્ડને તોડવામાં નિષ્ફળ રહ્યાં હતા. ગ્લાસગોમાં સતિશે 77 કિગ્રા કેટેગરીમાં કુલ 328 કિલો વજન ઊઠાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આમાંથી 149 કિલો વજન સ્નેચ અને 179 કિલો વજન ક્લીન અને જર્કે ઉપાડયું હતું. ગોલ્ડ કોસ્ટમાં ગયા  વર્ષે યોજાયેલી કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 148 કિગ્રા સ્નેચ અને 172 કિલો ક્લીન અને જર્કે કુલ 320 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો.

સતિશે દર્દ ભૂલી ભારતને અપાવ્યો સુવર્ણ ચંદ્રક

સતીશ દ્વારા મેડલ વિતરણ પછી જણાવ્યું કે, ‘રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં ક્લિન અને જર્કેમાં 194 કિલો વજન ઉઠાવવાના પ્રયત્નોમાં મારી જાંધમાં ઈજા થઈ હતી અને અહીં મને મેડલ જીતવાની આશા ન હતી. આ માંસપેશીયો જોડાયેલ સમસ્યા છે. હું હજુ પણ સંપૂર્ણ રીતે ફીટ નથી, પરંતુ હું ખુશ છુ કેમકે તો પણ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો.

તમિલનાડુના સતિશે કહ્યું કે, મારા જાંઘમાં એટલું દુઃખતુ હતું કે મારા માટે બેસવું પણ મુશ્કેલ હતું. બધા મારું ધ્યાન રાખી રહ્યાં હતા, તેથી મારી આશા બંધાઈ. પરંતુ, હું સંપૂર્ણપણે સહમત ન હતો. મેં સખત મહેનત કરી નથી અને મારું શરીર તેની શ્રેષ્ઠ સ્થિતિમાં નહતું, તેથી હું ગોલ્ડ મેડલની અપેક્ષા કેવી રીતે રાખી શકું?