જૂનાગઢમાં બિપરજોય વાવાઝોડાને લઇ વન વિભાગ એલર્ટ થઇ ગયો છે. સિંહોની સલામતી માટે વન વિભાગે 21 જેટલા કંટ્રોલ રૂમ શરૂ કર્યા છે. DFO, RFO સહિતના વન કર્મીઓ દ્વારા પેટ્રોલિંગ કરી અમરેલી, જાફરાબાદ સિંહો પર વન વિભાગની નજર રાખી રહ્યા છે. કેટલાક દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સિંહોનો વસવાટ છે. જેને લઇ વન વિભાગ એલર્ટ થયું છે.
ગીર જંગલના સિંહોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. બીચ નજીક 100 સિંહોના કાયમી રહેઠાણ છે, હાલમાં તમામ પર 300 ટ્રેકર્સ સિંહોની હિલચાલ પર નજર રાખી રહ્યા છે. વાવાઝોડાને કારણે 70 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, આવી સ્થિતિમાં વન વિભાગ દ્વારા કોઈ વન્ય જીવને નુકસાન ન થાય તે માટે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
આ ઉપરાંત પોરબંદર, માધવપુર સહિતના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સિંહો વસવાટ કરે છે. ત્યારે સિંહોની સલામતી માટે સિંહોના વસવાટવાળા વિસ્તારમાં વન વિભાગની ટીમોનું સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. લાયન એમ્બ્યુલન્સ, રેસ્ક્યુ વાહન, ડોકટરની વેટરનરી ટીમ સાથે વન વિભાગ ખડે પગે છે.
માંગરોળના સેરિયાઝ બારાના લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. ગિરનાર રોપ-વે સેવા બંધ. પ્રભારીમંત્રીએ વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી છે.
જૂનાગઢના કેસોદમાં ભારે પવનના કારણે માંગરોળ રોડ પર વૃક્ષ ધરાશાય થતા રસ્તા પર જતી ઈકો કાર વૃક્ષની નીચે દબાઈ હતી.કાર વૃક્ષની નીચે દબાતા કારમાં સવાર ચાર મુસાફરોને ઈજા પહોંચી હતી..તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.ટ્રાફિકને નિયંત્રણમાં લાવવા માટે સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા વૃક્ષ હટાવાની કામગીરી હાથ ધરાઇ હતી.
આ પણ વાંચો:પોરબંદરમાં વિનાશની શરૂઆત, ભાટિયા બજારમાં જર્જરિત મકાન ધરાશાયી: યુવકનું મોત
આ પણ વાંચો:PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલીફોનિક વાત, તમામ પ્રકારની મદદ આપવાની આપી ખાતરી
આ પણ વાંચો:બીજું સૌથી શક્તિશાળી વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે, તેની અસર જાણીને અન્ય રાજ્યોના લોકો પણ પરેશાન!
આ પણ વાંચો:માઢવાડ ગામે 6 મકાન ધરાશાયી, ગામના160 લોકોનું કરાયું સ્થળાંતર