Gujarat election 2022/ આજે બપોરથી જ ગુજરાતમાં લાગુ થશે આચારસંહિતા,બે તબક્કામાં યોજશે ચૂંટણી,જાણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત અંગે છેલ્લા ઘણાસમયથી અટકળો ચાલી રહી છે તેવામાં આજે ચૂંટણીની પ્રેસ કોન્ફરન્સ યોજાવવાની છે.

Top Stories Gujarat
13 3 આજે બપોરથી જ ગુજરાતમાં લાગુ થશે આચારસંહિતા,બે તબક્કામાં યોજશે ચૂંટણી,જાણો
  • આજે બપોરથી જ ગુજરાતમાં લાગુ થશે આચાર સહિતા..
  • ગુજરાતની ચૂંટણીનું આજે એલાન થશે.
  • કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે બપોરે 12 કલાકે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરવામાં આવશે.
  • સંભવતઃ પ્રથમ તબક્કો તા. 29 અથવા 30 નવેમ્બરે.
  • બીજો તબક્કો તા.4 અથવા 5 ડિસેમ્બરે.
  • મત ગણતરી હિમાચલની સાથે તા. 8 ડિસેમ્બરે થશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત અંગે છેલ્લા ઘણાસમયથી અટકળો ચાલી રહી છે તેવામાં આજે ચૂંટણીની પ્રેસ કોન્ફરન્સ યોજાવવાની છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. વિધાનસભાની ચૂંટણીની તારીખોને લઈને રાજકીય પક્ષો આતૂરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. જેમાં આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે

 મતદાનનો પ્રથમ તબક્કો 29 અથવા 30 નવેમ્બર અને બીજા તબક્કામાં 4 અથવા 5 ડિસેમ્બરે યોજાય તેવી શક્યતા રહેલી છે. હિમાચલ પ્રદેશના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ અનુસાર 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થવાના છે. ગુજરાતના પરિણામો પણ તેની સાથે જ જાહેર થઈ શકે છે.