Not Set/ લોકોએ લીધો રાહતનો શ્વાસ, વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સર્વિસ ફરી કાર્યરત

ભારત સહિત દુનિયાના કેટલાક ભાગોમાં વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સેવાઓ ખોરવાઇ ગઇ હતી. જે હવે ફરીથી કાર્યરત થઇ છે. સર્વર ડાઉન થવાના કારણે આમ બન્યું હોવાની શક્યતા છે. લગભગ અડધો કલાક સુધી આ સર્વિસ ખોરવાયા બાદ પુનઃકાર્યરત થઇ છે.  લોકો આ સર્વિસનો ઉપયોગ નહોતા કરી શકતા. આવુ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરના અનેક યુઝર્સ […]

Top Stories World
whatsapp facebook instagram લોકોએ લીધો રાહતનો શ્વાસ, વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સર્વિસ ફરી કાર્યરત

ભારત સહિત દુનિયાના કેટલાક ભાગોમાં વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સેવાઓ ખોરવાઇ ગઇ હતી. જે હવે ફરીથી કાર્યરત થઇ છે. સર્વર ડાઉન થવાના કારણે આમ બન્યું હોવાની શક્યતા છે. લગભગ અડધો કલાક સુધી આ સર્વિસ ખોરવાયા બાદ પુનઃકાર્યરત થઇ છે.  લોકો આ સર્વિસનો ઉપયોગ નહોતા કરી શકતા. આવુ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરના અનેક યુઝર્સ સાથે થઇ હતું. લોકો ટ્વિટર પર આ અંગે લખી રહ્યા હતા.

ફેસબુક મેસેન્જર પર પણ મેસેજ નહોતા સેન્ડ થઇ રહ્યા.WhatsApp પર મેસેજ નહોતા જઇ રહ્યા. ઇન્સ્ટાગ્રામની હાલત પણ કંઇક આવી જ હતી. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની ન્યૂઝ ફીડ રિફ્રેશ નહોતી થઇ રહી.

ફેસબુકની આ બધી એપ્સમાં સમસ્યા ભારતીય સમયાનુસાર રાતે 11.05 મિનિટથી શરુ થઇ હતી. અત્યાર સુધી કંપની તરફથી કોઇ સ્ટેટમેન્ટ નથી આવ્યું.