Not Set/ ફેસબુકનાં CEO ને લઇને આ શું બોલી ગયા ટ્રમ્પ, કહ્યુ- જ્યારે હુ રાષ્ટ્રપતિ હતો ત્યારે જુકરબર્ગ મારી…

ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં અમેરિકામાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પૂરી તાકાતથી તૈયારી કરી રહ્યા છે અને તેઓ સતત પોતાના માટે પ્રચાર કરી રહ્યા છે.

Top Stories World
હાલમાં

સત્તા પરથી નિકળ્યા બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પ અવાર-નવાર ચર્ચામાં બની રહે છે. જ્યાં સુધી ટ્રમ્પ સત્તામાં રહ્યા ત્યાં સુધી તેઓ તેમના નિવેદનો અને તેમણે લીધેલા પગલાઓ માટે જાણીતા હતા. પરંતુ, સત્તામાંથી બહાર આવ્યા બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પ વિવાદાસ્પદ નિવેદનો આપતા રહે છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકવામાં આવેલા ડોનાલ્ડ ટ્રમ્પનો ગુસ્સો બહાર આવતો રહે છે અને આ વખતે તેમણે ફેસબુકનાં સ્થાપક માર્ક ઝુકરબર્ગ વિશે ઘણાં અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે.

1 193 ફેસબુકનાં CEO ને લઇને આ શું બોલી ગયા ટ્રમ્પ, કહ્યુ- જ્યારે હુ રાષ્ટ્રપતિ હતો ત્યારે જુકરબર્ગ મારી...

આ પણ વાંચો – Political / CM રૂપાણીનાં રાજીનામા બાદ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ તીખા શબ્દોમાં આપી પ્રતિક્રિયા

અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને ઈન્ટરવ્યૂ આપ્યો છે. જેમાં તેમણે ફેસબુકનાં સ્થાપક માર્ક ઝુકરબર્ગ સામે ઉગ્ર વિરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે, જ્યારે તેઓ રાષ્ટ્રપતિ હતા, અને જ્યારે તેમની પાસે સત્તા હતી, ત્યારે ફેસબુકનાં માલિક માર્ક ઝુકરબર્ગ વ્હાઇટ હાઉસમાં તેમની મુલાકાત લેતા હતા, ત્યારે ઝુકરબર્ગ તેમને#%#%#%#%ચાટતા હતા. ડોનાલ્ડ ટ્રમ્પનાં નિવેદનની ખૂબ ટીકા થઈ રહી છે. આપને જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં અમેરિકામાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પૂરી તાકાતથી તૈયારી કરી રહ્યા છે અને તેઓ સતત પોતાના માટે પ્રચાર કરી રહ્યા છે. અને આ અંતર્ગત તેમણે ફોક્સ ન્યૂઝને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જ્યાં તેમણે ખૂબ જ વાંધાજનક વાતો કરી છે. આપને જણાવી દઈએ કે 6 જાન્યુઆરીએ કેપિટલ હિલ તરીકે ઓળખાતી અમેરિકી સંસદમાં ડોનાલ્ડ ટ્રમ્પનાં સમર્થકોએ હંગામો કર્યો હતો અને સંસદને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આરોપ છે કે ટ્રમ્પનાં સમર્થકોએ એક ભાષણ બાદ કેપિટલ હિલને બંધક બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તે રમખાણમાં ઓછામાં ઓછા 6 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. સંસદ ભવન પર હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગ પ્રસ્તાવ પણ લાવવામાં આવ્યો હતો, જોકે તે યુએસ સેનેટમાં પસાર થઈ શક્યો ન હતો. પરંતુ, કેપિટલ હિલ હિંસા પછી, ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે ડોનાલ્ડ ટ્રમ્પ પર કાયમી પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં ફેસબુક ઉપરાંત ટ્વિટર અને યુટ્યુબ પણ સામેલ છે.

1 192 ફેસબુકનાં CEO ને લઇને આ શું બોલી ગયા ટ્રમ્પ, કહ્યુ- જ્યારે હુ રાષ્ટ્રપતિ હતો ત્યારે જુકરબર્ગ મારી...

આ પણ વાંચો – Political / યોગી સરકારનાં કેબિનેટ મંત્રીની લપસી જીભ, પાર્ટીનું ભૂલ્યા નામ

ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ એક્ટિવ કરવું કે નહીં તે અંગે ફેસબુકે બે મહિના પહેલા એક સમીક્ષા બેઠક યોજી હતી, જ્યાં ટ્રમ્પનું એકાઉન્ટ સ્થાઈ માટે બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું, કારણ કે ટ્રમ્પ હજુ પણ ઉશ્કેરણીજનક નિવેદનો આપી રહ્યા છે. તેથી જ ડોનાલ્ડ ટ્રમ્પ ફેસબુકને લઈને ખૂબ જ ગુસ્સામાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, “આ લોકો બીમાર છે. તેણે (ઝુકરબર્ગ) વ્હાઇટ હાઉસમાં આવવા માટે મારી#%#%#ચાટતા હતા. “ટ્રમ્પે કહ્યું કે, તે અને તેમની પ્રિય પત્ની વ્હાઇટ હાઉસમાં મારી સાથે ડિનર કરતા હતા. પછી તમે જુઓ કે તેઓ મારા વિશે શું કરે છે અને તે માત્ર ગાંડપણ છે. આપને જણાવી દઈએ કે, ટ્રમ્પે ફોક્સ ન્યૂઝ પર ગ્રેગ ગુટફેલ્ડને ખૂબ જ વિવાદાસ્પદ ઈન્ટરવ્યૂ આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ફેસબુક અને ટ્વિટર દ્વારા પ્રતિબંધિત કર્યા બાદ આ બંને પ્લેટફોર્મ સામે કેસ દાખલ કર્યો છે.