કેટલાક પ્રસંગો પર પોતાને શિવભક્ત દર્શાવી ચૂકેલા અને કર્ણાટક ચૂંટણી સમયે ટેમ્પલ રન કરી ચૂકેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 31 ઓગસ્ટ માનસરોવર ની યાત્રા કરવા જશે. રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું કે તેઓ કર્ણાટક ચૂંટણી બાદ કૈલાશ જશે. પરંતુ છેક હવે રાહુલને ભોલે બાબાએ બોલાવ્યા છે.
રાહુલ ગાંધી હાલ, કેરળ પૂર પીડિત ક્ષેત્રોનો પ્રવાસ કરી રહ્યા છે. ત્યાંથી પાછા ફરતા જ રાહુલ ગાંધી કૈલાશ જવા રવાના થશે. ખાસ વાત એ છે કે રાહુલ ગાંધી માનસરોવરની યાત્રા નેપાળ નહિ પરંતુ ચીનના રસ્તે કરશે. રાહુલ ગાંધીની આ યાત્રા 15 દિવસ સુધી ચાલશે. તેઓ 1 સપ્ટેમ્બરથી યાત્રાની શરૂઆત કરશે.
હકીકતમાં, કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીના વિમાન સાથે કંઈક હદસો થયો હતો. જેની એમણે ખુદે જાણકારી આપી હતી. કર્ણાટક ચૂંટણી દરમિયાન એમણે કાર્યકર્તાઓ પાસેથી થોડા દિવસની રજા માંગી હતી.
રાહુલે કહ્યું હતું કે પ્રચાર દરમિયાન એમનું વિમાન અચાનક કેટલાક હજાર ફુટ નીચે આવી ગયું હતું, ત્યારે એમને ભગવાન શિવ યાદ આવ્યા અને એમણે કૈલાશ માનસરોવર જવાનું નક્કી કરી લીધું હતું.
જણાવી દઈએ કે ગુજરાત ચૂંટણી દરમિયાન રાહુલે ખુદને જનોઈધારી હિન્દૂ, શિવભક્ત દર્શાવી ચુક્યા છે. રાહુલ રુદ્રાક્ષની માળા પણ પહેરે છે. જે ગુજરાત પ્રચારના છેલ્લા દિવસે પ્રેસ કોન્ફેરેન્સ દરમિયાન જોવા મળી હતી.
એપ્રિલમાં દિલ્હીમાં આયોજિત કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું બે ત્રણ દિવસ પહેલા કર્ણાટક જઈ રહ્યો હતો. ત્યારે જ પ્લેન અચાનક 8 હજાર ફુટ નીચે આવી ગયું. હું અંદરથી હલી ગયો, અને લાગ્યું કે હવે ગાડી આવી ગઈ. ત્યારે જ મને કૈલાશ માનસરોવર યાદ આવ્યું. હવે હું આપ લોકોથી 10 થી 15 દિવસની રજા માંગુ છું, જેથી હું કૈલાશ માનસરોવરની યાત્રા પર જઈ શકું.