Women's World Cup/ બાંગ્લાદેશે પાકિસ્તાનને નવ રને હરાવ્યું,70 રનમાં આઠ વિકેટ ગુમાવી

પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 234 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 225 રન જ બનાવી શકી હતી.

Top Stories Sports
9 15 બાંગ્લાદેશે પાકિસ્તાનને નવ રને હરાવ્યું,70 રનમાં આઠ વિકેટ ગુમાવી

વિમેન્સ વર્લ્ડ કપની 12મી મેચમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને નવ રને હરાવી દીધું છે, પાકિસ્તાનના કેપ્ટન બિસ્માહ મારુફે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો . પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 234 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 225 રન જ બનાવી શકી હતી.

એક સમયે પાકિસ્તાનની ટીમ મજબૂત સ્થિતિમાં હતી અને તેણે 37.4 ઓવરમાં એક વિકેટે 155 રન બનાવ્યા હતા. આ પછી બાંગ્લાદેશે મેચની બાજી પલટી નાંખી અને પાકિસ્તાનની ટીમે આગામી 70 રન બનાવવામાં આઠ વિકેટ ગુમાવી દીધી. પાકિસ્તાન તરફથી સિદ્રા અમીનની  સદી ફટકારી હતી, પરંતુ તેની ઈનિંગ વ્યર્થ ગઈ હતી.

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત સારી રહી ન હતી. શમામ સુલતાના અને શર્મિન અખ્તર વચ્ચે પ્રથમ વિકેટ માટે 37 રનની ભાગીદારી થઈ હતી. નિદા ડારે આ ભાગીદારી તોડી અને સુલતાનાને પેવેલિયન મોકલી. સુલતાના 17 રન બનાવી શકી હતી. આ પછી બાંગ્લાદેશી ટીમને 79ના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો અને શર્મિન અડધી સદી ચૂકી ગઈ હતી.

તેને ઓમમ સોહેલે પેવેલિયન મોકલી હતી. શર્મિન 55 બોલમાં છ ચોગ્ગાની મદદથી 44 રન બનાવીને આઉટ થઇ હતી. 80 રનની અંદર બે વિકેટ પડી ગયા પછી, ફરગના હક અને કેપ્ટન નિગાર સુલ્તાનાએ બાંગ્લાદેશની જવાબદારી સંભાળી અને ત્રીજી વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી હતી

કેપ્ટન નિગાર 46 રન બનાવીને આઉટ થઇ હતી. આ દરમિયાન ફરગાનાએ પોતાની અડધી સદી પૂરી કરી હતી. ટીમ માટે 50 થી વધુ રન બનાવનારી તે એકમાત્ર ખેલાડી હતી. તેમના સિવાય રૂમાના અહેમદ 16 રન, રિતુ મોની 11 રન, ફહિમા ખાતૂન શૂન્ય રને આઉટ થઈ ગઈ હતી. ફરગાનાને નશરા સંધુએ આઉટ કર્યો હતો.