ગુજરાત/ રાજ્યમાં બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરના મૂળમાં લેબર પીસ-શ્રમ શાંતિનો મહત્વનો ફાળો છે : CM ભૂપેન્દ્ર પટેલ 

ઉદ્યોગકારો રોકાણકારો માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યુ છે તેના મૂળમાં બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર અને રાજ્ય સરકારના સાનુકૂળ અભિગમ ઉપરાંત લેબર પીસ-શ્રમ શાંતિનો પણ મહત્વનો ફાળો રહેલો છે.

Top Stories Gujarat Others
bhupendra patel રાજ્યમાં બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરના મૂળમાં લેબર પીસ-શ્રમ શાંતિનો મહત્વનો ફાળો છે : CM ભૂપેન્દ્ર પટેલ 

ગાંધીનગર ખાતે શ્રમ પારિતોષિક વિતરણ અને DISHA સિસ્ટમનો લોંચિંગ સમારોહ યોજાયો હતો. રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા રાજ્ય સરકાર ઉદ્યોગોમાં સંકટ સમયે પોતાની આત્મસૂઝ, ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો તથા ઔદ્યોગિક શાંતિ જાળવવામાં યોગદાન આપનારા શ્રમયોગીઓને વિવિધ પુરસ્કારોથી સન્માનિત કરાયા હતા.જો કે, મુખ્યમંત્રીએ વિશ્વકર્મા જયંતિના પર્વે આવા શ્રમયોગીઓને શ્રમ રત્ન, શ્રમ ભૂષણ, શ્રમ વીર અને શ્રમ શ્રી, શ્રમ દેવી પુરસ્કારો અન્વયે પ્રતિકરૂપે 16 વ્યક્તિઓને સન્માનિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં આ વર્ષે આવા 64 પુરસ્કારો આપવામાં આવ્યા છે.

  • શ્રમ પારિતોષિક વિતરણ કાર્યક્રમ
  • શ્રમયોગીઓને પુરસ્કારોથી સન્માનિત
  • ઉદ્યોગોમાં પોતાનું યોગદાન આપનારને પુરસ્કાર
  • સંકટ સમયે યોગદાન આપનારને સન્માન
  • પ્રતિકરૂપે 16 વ્યક્તિઓને કર્યા સન્માનિત

ઉદ્યોગકારો રોકાણકારો માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યુ છે તેના મૂળમાં બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર અને રાજ્ય સરકારના સાનુકૂળ અભિગમ ઉપરાંત લેબર પીસ-શ્રમ શાંતિનો પણ મહત્વનો ફાળો રહેલો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મત વ્યક્ત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગુજરાત દેશમાં સૌથી ઓછા મેન ડેયઝ લોસ ધરાવતું રાજ્ય છે. શ્રમિકોના સક્રિય સહયોગ અને રાજ્ય સરકારની બિઝનેસ ફ્રેન્ડલી પોલિસીઝથી ગુજરાત ઔદ્યોગિક વિકાસ અને શ્રમિક કલ્યાણ બાબતોમાં દેશમાં અગ્રેસર છે. રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ આયોજિત શ્રમ પારિતોષિક વિતરણ અને DISHA સિસ્ટમના ગાંધીનગરમાં લોંચીંગ સમારોહમાં અધ્યક્ષીય સંબોધન કરી રહ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદ કાળ દરમ્યાન શરૂ કરાવેલી આ શ્રમ પારિતોષિક વિતરણની શૃંખલામાં રાજ્ય સરકાર ઉદ્યોગોમાં સંકટ સમયે પોતાની આત્મસૂઝ, ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો તથા ઔદ્યોગિક શાંતિ જાળવવામાં યોગદાન આપનારા શ્રમયોગીઓને વિવિધ પુરસ્કારોથી સન્માનિત કરે છે. મુખ્યમંત્રીએ વિશ્વકર્મા જયંતિના પર્વે સોમવારે આવા શ્રમયોગીઓને શ્રમ રત્ન, શ્રમ ભૂષણ, શ્રમ વીર અને શ્રમ શ્રી – શ્રમ દેવી પુરસ્કારો અન્વયે પ્રતિકરૂપે 16 વ્યક્તિઓને સન્માનિત કર્યા હતા. સમગ્ર રાજ્યમાં આ વર્ષે આવા 64 પુરસ્કારો આપવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વકર્મા જયંતિની શુભેચ્છા પાઠવતાં આ અવસરે જણાવ્યું કે પોતાના શ્રમ, પરિશ્રમ અને પરસેવાથી ઉદ્યોગ, વેપાર, મેન્યૂફેકચરીંગ સેક્ટરમાં ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવનારા પાયાના પથ્થર એવા શ્રમિકો માટે ‘શ્રમ એવ જયતે’ અને ‘હર હાથ કો કામ, હર કામ કા સન્માન’નો મંત્ર વડાપ્રધાને આપ્યો છે. આ મંત્રને સાકાર કરવા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત માટે રાજ્ય સરકાર શ્રમિક કલ્યાણની અનેક યોજનાઓનો સફળતાપૂર્વક અમલ કરે છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારે શ્રમિકોના પરિવારોની, તેમના સંતાનોની પણ આરોગ્ય, શિક્ષણ જેવી સુવિધાઓ માટે સતત ચિંતા કરી છે. રાજ્યમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને યુ-વિન કાર્ડ આપીને તેમને વિવિધ સામાજીક સુરક્ષા યોજનાનો લાભ પણ વિનામૂલ્યે અપાય છે તેની ભૂમિકા મુખ્યમંત્રી એ આપી હતી. રાજ્યના અર્થતંત્રને ગતિમય રાખતા શ્રમિકોને કામકાજના સ્થળે જવા-આવવાની સુગમતા માટે ગો-ગ્રીન યોજના અંતર્ગત ઇલેકટ્રીક વ્હીકલ ખરીદી માટે સહાય આપવાની યોજનાની પણ વિસ્તૃત વિગતો આપી હતી. તેમણે ઉમેર્યુ કે, કોરોના મહામારીમાં લોકડાઉન સમયે ‘વન નેશન વન રેશન’ અન્વયે પરપ્રાંતિય શ્રમિકોને તેમના રાજ્યના રેશનકાર્ડ ઉપર આપણે ગુજરાતમાં અનાજ આપીને તેમના પરિવારને ભૂખ્યા સુવું ન પડે તેની કાળજી લીધી હતી. મુખ્યમંત્રીએ આઝાદીના અમૃત વર્ષે યોજાઇ રહેલા આ શ્રમ પારિતોષિક વિતરણને આબાદ ભારતના નિર્માણમાં યોગદાન આપનારા અદના શ્રમિકોના સન્માનનો અમૃત અવસર ગણાવ્યો હતો. શ્રમિકો માટે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીને પારદર્શી અને સરળ બનાવતી DISHA એપનું લોંચીંગ પણ મુખ્યમંત્રી એ કર્યુ હતું.

World / કોરોનાએ શાહી પરિવાર પર મચાવી તબાહી, પ્રિન્સ ચાર્લ્સ બાદ પત્ની કેમિલા પણ પોઝિટિવ

National / કોંગ્રેસને મમતા બેનર્જીનો ફટકો, ભાજપ વિરુદ્ધ પ્રાદેશિક પક્ષોને એક મંચ પર લાવશે, પણ કોંગ્રેસને રાખશે દૂર

Gujarat / લવ જેહાદ કાયદા પર સુપ્રીમ કોર્ટનો ગુજરાત સરકારને મોટો ફટકો, હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર