Covid-19/ દેશમાં કોરોનાનાં સતત ઘટી રહ્યા છે કેસ, આજે નોંધાયા માત્ર આટલા કેસ

આજે જ્યારે સમગ્ર વિશ્વમાં ઓમિક્રોનનો કહેર વધી રહ્યો છે. ખાસ કરીને એક એવા દેશ કે જે વિકસીત છે જ્યા હેલ્થ પર સૌથી વધુ ભાર આપવામાં આવે છે ત્યા કોરોનાનાં કારણે સ્થિતિ રોજ ભયાનક બની રહી છે.

Top Stories India
Covid19

આજે જ્યારે સમગ્ર વિશ્વમાં ઓમિક્રોનનો કહેર વધી રહ્યો છે. ખાસ કરીને એક એવા દેશ કે જે વિકસીત છે જ્યા હેલ્થ પર સૌથી વધુ ભાર આપવામાં આવે છે ત્યા કોરોનાનાં કારણે સ્થિતિ રોજ ભયાનક બની રહી છે. જેની સરખામણીએ ભારતમાં સ્થિતિ હાલમાં ઘણી સારી દેખાઇ રહી છે. બીજી લહેરમાં ખરાબ અનુભવ બાદ ઘણા લોકોએ પોતાની જીવનશૈલીને પૂરી રીતે બદલી દીધી છે વળી વેક્સિનેશન પર પણ લોકોએ મોટી સંખ્યામાં વિશ્વાસ કર્યો છે, તેનુ જ પરિણામ છે કે આજે ભારતમાં કોરોનાનાં દૈનિક કેસમાં મોટો ઘટાડો થયો છે.

આ પણ વાંચો – Covid-19 / ક્રિસમસ પહેલા UK માં ઓમિક્રોનનો કહેર, એક જ દિવસમાં નોંધાયા 10 હજારથી વધુ કેસ

આપને જણાવી દઇએ કે, કોરોનાનાં વૈશ્વિક કેસ વધીને 27.46 કરોડ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 53.5 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 8.68 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ સોમવારે સવારે તેના નવા અપડેટમાં જણાવ્યું હતું કે, વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે વધીને 274,692,249, 5,354,148 અને 8,680,566,482 થઈ ગઈ છે. દુનિયાનાં સૌથી વધુ કેસ 50,846,828 અને મોત 806,439 ની સાથે અમેરિકા સૌથી વધુ પ્રભાવિત દેશ બન્યો છે. બીજી તરફ ભારતમાં કોરોના વાયરસ (કોવિડ-19)નાં કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નવા ઓમિક્રોન વેરિઅન્ટે આરોગ્ય નિષ્ણાતો અને સરકારને ચિંતામાં મૂક્યા હોવા છતાં, દૈનિક કોરોનાનાં આંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દોઢ વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતમાં COVID-19 કેસની સાપ્તાહિક સંખ્યા 50,000 ની નીચે આવી ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, 19 ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં ભારતમાં 49,765 કેસ નોંધાયા હતા. જે પાછલા સપ્તાહની સરખામણીએ 7,490 અથવા 13.08 ટકા ઓછું છે. આપને જણાવી દઇએ કે, સોમવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શેર કરાયેલ ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણનાં કારણે 132 મૃત્યુ સાથે 6,563 નવા COVID-19 કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં કુલ 8,077 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે, જેનાથી ઠીક થયેલા લોકોની કુલ સંખ્યા 3,41,87,017 થઈ ગઈ છે.

આ પણ વાંચો – સાવધાન! / વિશ્વમાં લોકડાઉન Return, અમેરિકામાં Omicron નાં રાતો-રાત ડબલ થયા કેસ

છેલ્લા 53 દિવસથી નવા કોરોના વાયરસનાં સંક્રમણમાં દૈનિક વધારો 15,000થી નીચે નોંધાયો છે. મંત્રાલયનાં ડેટા દર્શાવે છે કે ભારતમાં કોવિડ-19નાં કુલ સક્રિય કેસ ઘટીને 82,267 (572 દિવસમાં સૌથી ઓછા) થઈ ગયા છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 137.67 કરોડથી વધુ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 8,77,055 લોકોનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં કોવિડ-19નો આંકડો 7 ઓગસ્ટ, 2020નાં રોજ 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ અને 16 સપ્ટેમ્બરે 50 લાખને વટાવી ગયો હતો. તે 28મી સપ્ટેમ્બરે 60 લાખ, 11મી ઓક્ટોબરે 70 લાખ, 29મી ઓક્ટોબરે 80 લાખ, 20મી નવેમ્બરે 90 લાખ અને 19મી ડિસેમ્બરે એક કરોડને પાર કરી ગયો હતો. ભારતે 4 મેનાં રોજ 2 કરોડનો ભયંકર સીમાચિહ્ન પાર કર્યો અને 23 જૂને 3 કરોડ સુધી આંક પહોંચી ગયો હતો.