Chhattisgarh/ છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ, એક જવાન શહીદ, એક ઘાયલ

છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલવાદીઓના IED બ્લાસ્ટમાં ITBPનો એક જવાન શહીદ થયો છે. વિસ્ફોટમાં એક હેડ કોન્સ્ટેબલ પણ ઘાયલ થયો છે.

Top Stories India
IED

છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલવાદીઓના IED બ્લાસ્ટમાં ITBPનો એક જવાન શહીદ થયો છે. વિસ્ફોટમાં એક હેડ કોન્સ્ટેબલ પણ ઘાયલ થયો છે. ફરી એકવાર નક્સલવાદીઓનું કાયરતાભર્યું કૃત્ય સામે આવ્યું છે. તેઓએ ITBPના જવાનો પર હુમલો કર્યો. ઘાયલ જવાનને એરલિફ્ટ કરીને સારવાર માટે રાયપુર મોકલવામાં આવ્યો છે. નારાયણપુરના એસપી સદાનંદ કુમારે જણાવ્યું કે, નક્સલીઓએ જવાનોના માર્ગ પર IED લગાવી દીધું હતું. આ વિસ્ફોટમાં જવાન શહીદ થયો હતો.

આ પણ વાંચો: હોળી સુધી ગુજરાતમાં હિટવેવની આગાહી, અમદાવાદ સહિત 17 શહેરમાં પારો 38 ડિગ્રીને પાર

અહેવાલો અનુસાર, ITBPની ટુકડી સોમવારે પેટ્રોલિંગ માટે નીકળી હતી. સોનાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલીઓએ IED પ્લાન્ટ કર્યો હતો. યુવકો આનો શિકાર બન્યા હતા. આ વિસ્ફોટમાં એક જવાન શહીદ થયો હતો અને એક ઘાયલ થયો હતો.એસપી સદાનંદ કુમારે જણાવ્યું કે, હુમલામાં એએસઆઈ રાજેન્દ્ર કુમાર શહીદ થયા છે. જ્યારે કોન્સ્ટેબલ મહેશ કુમાર ઘાયલ છે.

અગાઉ 13 માર્ચે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં નક્સલવાદીઓ સાથેની અથડામણમાં બે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના જવાનો ઘાયલ થયા હતા. બસ્તર રેન્જના મહાનિરીક્ષક પી. સુંદરરાજે જણાવ્યું હતું કે, કેરળપાલ પોલીસ સ્ટેશન હેઠળના ચિચોરગુડા ગામ નજીકના જંગલમાં રવિવારે સવારે જ્યારે રાજ્યના નક્સલ વિરોધી દળ ડીઆરજીના જવાનો રસ્તાના નિર્માણ દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવા પેટ્રોલિંગમાં હતા ત્યારે અથડામણ થઈ હતી.

ડીઆરજી કોન્સ્ટેબલ સોમાડુ પાયમ અને સહાયક કોન્સ્ટેબલ મેહરુ રામ કશ્યપ એન્કાઉન્ટરમાં ઘાયલ થયા હતા, એમ તેમણે જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે ઘટના બાદ વધારાના સુરક્ષા દળને સ્થળ પર મોકલવામાં આવ્યા છે અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. તેમણે કહ્યું કે ઘાયલ જવાનોને સુકમા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર છે.

આ પણ વાંચો: RSSએ પણ સ્વીકાર્યું, દેશમાં બેરોજગારીનું સંકટ વધ્યું, સરકારને સૂચન કરતો ઠરાવ પસાર કર્યો

આ પણ વાંચો:આજે ગાંધીનગરના સંસ્કૃતિકુંજમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વસંતોત્સવ- 2022ને ખુલ્લો મૂકશે